અમદાવાદ:શહેરમાંથી રિક્ષામાં એક વ્યકિતને પેસેન્જર તરીકે બેસાડી લુંટ (Crime In Ahemdabad) કરતી ટોળકી ઝડપાઈ છે. પેસેન્જરનું રિક્ષા ચાલક દ્વારા અપહરણ (Auto driver kidnapped and robbed passenger) કરી છરીની અણીએ દાગીના અને રોકડ રકમની લૂંટ કરવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. આ વાતનો સંદેશ કંટ્રોલ રૂમને મળતા પોલીસ ધટના સ્થળે પહોંચી અને આ ગુનામાં સંડોવાયેલા સન્ની પટણી, મનોજ સોલંકી અને સુનિલ પટણીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ લુંટમાં વાપરવામાં આવેલી રિક્ષા પણ ક્રાઇમ બ્રાંચે (Cyber Crime Branch Ahemdabad) કબ્જે કરી લીધી છે.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા
ઉલેલ્ખનીય છે કે, લુંટનો કંટ્રોલ રૂમને મેસેજ મળતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા છે, ત્યારે જોવુ રહ્યુ કે આરોપી પૂછપરછ દરમિયાન અન્ય કોઈ ગુનાની કબૂલાત કરે છે કે કેમ? તપાસમાં ખુલાસો થયો છે કે, આ તમામ આરોપીઓ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.