અમદાવાદ: ગુજરાત રાજ્યને ઉડતા પંજાબ બનાવવાના ઇરાદે કેટલાક ઈસમો બેફામ અને બેરોકટોક નશીલા પદાર્થને ગુજરાતમાં ઘુસાડી રહ્યા હતાં. જેમાં યુવા પેઢી બરબાદ થવા જઇ રહી હતી. જેની જાણ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને થતા જ એક ટિમ બનાવવામાં આવી હતી. જેમાં મુંબઈથી અમદાવાદમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતી ગેંગના 3 ઈસમો મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થા સાથે શાહઆલમની સિલ્વર સ્પ્રિંગ હોટલમાં રોકાયા હોવાની બાતમી મળતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાંથી શહેર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને મેથામ્ફેટામાઇન ડ્રગ્સના 342 ગ્રામથી વધુના જથ્થા દબોચી લેવામાં આવ્યા હતા.
અમદાવાદની શાહપુર પોલીસ ઊંઘમાં અને ક્રાઈમ બ્રાન્ચે કર્યો ડ્રગ્સનો પર્દાફાશ - drugs
રાજ્યમાં નશીલા પદાર્થનો બેફામ અને બે રોકટોક વેપાર થઈ રહ્યો હતો. યુવા પેઢીને નશાની લતે લગાડી બરબાદ કરી નાખવાં ગુજરાત રાજ્યમાં મોટા પાયે વેપાર ચાલી રહ્યો હતો. જેની જાણ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને થતા જ સફેદ પદાર્થ પાછળ રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં મેથામ્ફેટામાઇન નામના નશીલા પદાર્થ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી 42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ડ્રગ્સની કુલ કિંમત 34 લાખથી વધુની થવા જઈ રહી છે. જેમાં મુંબઈથી અમદાવાદ ડિલિવરી કરવા આવેલા 3 આરોપીઓ પૈકી એક મહિલા છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ શાહપુરમાં રહેલા શાહનવાઝ ઉર્ફે શાનુ પઠાણ જેઓ શાહપુરમાં રહી રહેલા છે. તેઓને આપવામાં માટે આવેલા હોવાનું ખુલ્યું હતું. જેને લઈ શહેર ક્રાઈમ બ્રાન્ચ કોઈ પણ જાતનું ભીનું સંકેલવા માંગતી નહતી જેના માટે થઈ શાહનવાઝ ઉર્ફે શાનુના ઘરે શાહપુરમાં દરોડો પાડી તેની પણ ધરપકડ કરી હતી. શાનુએ મુખ્ય આરોપી હોવાથી તેની તપાસ કરવામાં આવતા તેના ઘરેથી 4 લાખ કરતા વધુની રોકડ રકમ, વજનકાંટો અને પ્લાસ્ટિકની નાની થેલીઓ મળી આવી હતી.
મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ડિલિવરી લેનાર મુખ્ય સૂત્રધાર શાહનવાઝ ઉર્ફે શાનુ પઠાણની પૂછપરછ કરવામાં આવતા શાનુ છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થનો વેપાર કરતો હોવાનું ખુલ્યું છે. જેમાં અગાઉ પણ બરકતઅલી શેખ 2019માં 61 લાખથી વધુને MD ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ થઈ ચૂકી છે. જેમાં બરકતઅલી શેખ ડ્રગ્સનો જથ્થો શાનુને આપવા માટે આવ્યો હતો જેને લઈ ક્રાઈમ બ્રાન્ચમાં શાનુ વોન્ટેડ હોવાથી તે 2019ના ગુનાના કામે પણ તેની ધરપકડ કરવામાં આવી છે. શાનુ છેલ્લા કેટલાક વર્ષોથી શાહપુર વિસ્તારમાં નશીલા પદાર્થનો વેપાર કરતો હતો. જેમાં મુંબઈથી આરોપીઓ તેને ડિલિવરી મારફતે ડ્રગ્સ અહીં પહોંચાડતા હતા. ત્યારબાદ શાનુ નાની પડીકા બનાવી શહેરમાં વહેંચતો હતો. મહત્વની વાત અહીં એક એ છે કે શાહપુર પોલીસ સ્ટેશનના પાછળના જ ભાગમાં શાનુનું ઘર આવેલું છે. જ્યાંથી તે સમગ્ર સફેદ પદાર્થનો કાળો કારોબાર ચાલતો હતો. જેની જાણ શું શાહપુર પોલીસ નહતી?બીજી તરફ આરોપી શાનુના ગુનાહિત ઇતિહાસ અંગેની વાત કરીએ તો શાનુ પઠાણની માતા ઝરીનાબીબી જે અગાઉ શાહપુરમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતી હતી. શાહપુરમાં વ્હાબ ગેંગ સાથે દુશ્મનાવટ થતા વ્હાબ ગેંગે જાહેરમાં તેનું મર્ડર કર્યું હતું, પરંતુ માતાના મૃત્યુ બાદ પુત્ર શાહનવાઝ પઠાણ ઉર્ફે શાનુએ નશીલા પદાર્થની હેરાફેરી શરૂ કરેલી હતી. જેમાં શાનુની વર્ષ 2014માં ચરસના 19 કિલો જેટલા જથ્થા સાથે પકડાઈ ગયો હતો. જે ગુનામાં ચાર વર્ષ સાબરમતી સેન્ટર જેલમાં પણ સજા કાપી આવેલી છે. તેમને તેના વિરુદ્ધ 2001માં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.જોકે શાનુ છેલ્લા કેટલાક વર્ષોથી શાહપુરમાં નશીલા પદાર્થનો વેપાર કરતો હતો. જેની જાણ શાહપુર PI આર.કે.અમીનને નહતી? શાનુ કોની રહેમરાહે સફેદ પદાર્થનો કાળો કારોબાર કરી રહેતો હતો? પરંતુ હાલ એક બાબત એ પણ સ્પષ્ટ છે કે શાહપુર પોલીસ ઊંઘમાં રહીને ક્યાંક કામગીરી કરી રહી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ સતર્કતા દાખવી યુવાધનને નશાની લતે લાગતા બચાવી લીધી છે.