ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાને ગુજરાત મુલાકાત દરમિયાન પટેલ અને પાટીલની જોડીને કેમ વખાણી? - Gujarat Assembly Election 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે (PM Modi visit Gujarat)આવ્યા હતા. તેમણે સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી છે. વડાપ્રધાને ચીખલીમાં સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની જોડી સારું કામ કરી રહી છે. તેમ નિવેદન કર્યું હતું.

વડાપ્રધાને ગુજરાત મુલાકાત દરમિયાન પટેલ અને પાટીલની જોડીને કેમ વખાણી?
વડાપ્રધાને ગુજરાત મુલાકાત દરમિયાન પટેલ અને પાટીલની જોડીને કેમ વખાણી?

By

Published : Jun 11, 2022, 7:03 PM IST

અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના( C R Patil)મતક્ષેત્ર નવસારીની મુલાકાતે હતા. ત્યારે તેમણે સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરીને (CR Patil and CM praised the Prime Minister)સંકેત આપ્યા છે કે, 2022 વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો સીએમનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહશે.

રાજકીય વિશ્લેષક

આ પણ વાંચોઃહવે શાળાઓ નહીં કરી શકે મનમાની, નહીં તો થશે કડક કાર્યવાહી

વડાપ્રધાને CM - CR ની જોડીના કાર્યોને વખાણ કર્યા -વડાપ્રધાને ચીખલીમાં સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની જોડી સારું કામ કરી રહી છે. તેમ નિવેદન કર્યું હતું. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન(Chief Minister Bhupendra Patel) હતા ત્યારે જેટલી જનમેદની ભેગી નહોતી થતી. તેટલી આ બન્નેના સમયમાં થઈ છે એવું પણ કહ્યું હતું. વડાપ્રધાનના આ નિવેદનથી પાર્ટીના જ અનેક સિનિયર નેતાના પેટમાં તેલ રેડાયું હશે. પરંતુ હાઈ કમાન્ડનો નિર્યણ ભાજપમાં આખરી હોય છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ બાદ ગુજરાત મુલાકાતોમાં બન્ને નેતાઓ તેમની સાથે રહ્યા છે.

સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ -આ અગાઉ રૂપાણી સરકાર હતી તે સમય સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ હતો. સાથે જ CR - CR વચ્ચે પણ તાલમેલનો ભારે અભાવ જોવા મળતો હતો. નિવેદન બાજીઓ થતી હતી. પરંતુ હવે સરકાર બદલાયા બાદ કોઈ મોટો વિવાદ સરકાર અને સંગઠન વચ્ચે થયો નથી. જેના કારણે સંકલન સાથે કામગીરી થઈ રહી છે. જેને લઈને વડાપ્રધાને આ નિવેદન કર્યું હોય તેમ લાગે છે.

આ પણ વાંચોઃમોદી સરકારના શાસનમાં દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ થઈ, કોરોનામાં 4 ટ્રિલિયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી: કનુ દેસાઈ

વિશ્લેષકોના મતે વડાપ્રધાને CM અને CRનું માર્કેટિંગ કર્યું -રાજકીય વિશ્લેષક હરી દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે લોકોના મત મેળવવા ગુજરાતમાં CM અને CRનું માર્કેટિંગ કરવા માટે વડાપ્રધાને આ નિવેદન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details