ગુજરાત

gujarat

ETV Bharat / state

CPR training: અમદાવાદ સહિત રાજ્યમાં પોલીસને CPR તાલીમ અપાઈ, ઇમરજન્સીમાં નીવડશે કારગત - ઇમરજન્સીમાં નીવડશે કારગત

ઇમરજન્સી સંજોગોમાં લોકોના જીવ બચાવવા માટે રાજ્યના તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓને CPR તાલીમ આપવામાં આવી છે. મહત્વનું છે કે હાલમાં જ CPR તાલીમની મદદથી ટ્રાફિક પોલીસે એક વાહન ચાલકનો જીવ બચાવ્યો હતો. રાજ્ય પોલીસના તમામ પોલીસને CPR સારવાર આપતા આવડે અને અનિવાર્ય સંજોગોમાં તે તાલીમની મદદથી જરૂરિયાત મંદ લોકોનો જીવ બચાવી શકાય તે માટે પ્રયાસ કરાયો છે.

cpr-training-was-given-to-the-police-in-the-state-including-ahmedabad-and-they-will-work-in-emergencies
cpr-training-was-given-to-the-police-in-the-state-including-ahmedabad-and-they-will-work-in-emergencies

By

Published : Jun 11, 2023, 4:08 PM IST

અમદાવાદ શહેર પોલીસના એડિશનલ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી

અમદાવાદ:રાજયભરમાં હજારો પોલીસ કર્મીઓ દિવસ રાત લોકોની વચ્ચે લોકોની સુરક્ષામાં ફરજ બજાવતા હોય છે. જરૂર પડે પોલીસ લોકોની મદદે આવી શકે અને જીવ બચાવી શકે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય પોલીસના હજારો પોલીસજવાનોને CPR તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં અલગ અલગ મેડિકલ કોલેજોમાં આ પ્રકારની તાલીમ આપવામા આવી રહી છે.

CPR તાલીમ માટેનું આયોજન:અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને CPR તાલીમ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિનિયર IPS અધિકારીઓ સહિતના 11 હજારથી વધુ પોલીસ જવાનોએ તાલીમમાં ભાગ લીધો હતો. હૃદય રોગનો હુમલો કે પછી અન્ય ઈમરજન્સી સમયે CPR સારવાર ખૂબ જ કારગત નીવડે છે, જે સમયસર મળી રહે તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. તે જ રીતે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક રાહદારીનો જીવ હાલમાં જ બચાવ્યો હતો.

પોલીસકર્મીઓએ લીધી તાલીમ:અમદાવાદમાં NHL કોલેજ ખાતે CPR તાલીમનું આયોજન કરાયુ હતું જેમાં 12 જેટલા પોલીસ સ્ટેશનના 1200 થી વધુ પોલીસકર્મીઓએ CPR તાલીમ લીધી હતી. આ અંગે અમદાવાદ શહેર પોલીસના એડિશનલ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે આજે CPR તાલીમનું રાજ્યભરમાં આયોજન કરાયું છે. તેવામાં અમદાવાદમાં અનેક પોલીસકર્મીઓએ આ તાલીમ લીધી. આ તાલીમ થકી ઈમરજન્સીમાં લોકોના જીવ બચાવી શકાય છે. સાથે જ અંગદાન અંગે પણ અનેક પોલીસકર્મીઓએ પ્રતિજ્ઞા લીધી છે.

CPR ની ટ્રેનિંગ કેમ જરૂરી?: સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી 108 ને તાત્કાલિક બોલાવતા પણ 5 થી 10 મીનીટનો સમય જતો હોય છે. તે 5થી 10 મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે. સમગ્ર વિશ્વમાં 3 થી 79 ટકા લોકો કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન CPR વિષે જાણતા હોય છે માટે આ CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે.

  1. CPR Training: ગુજરાતના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ
  2. Ahmedabad news: અમદાવાદ ટ્રાફિક પોલીસ બની વાહન ચાલક માટે દેવદૂત, છાતીમાં દુખાવો થતા પોલીસે હોસ્પિટલ મોકલી બચાવ્યો જીવ

ABOUT THE AUTHOR

...view details