ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોમતીપુરમાં લૉક ડાઉનમાં પોલીસ પર હુમલાના કેસમાં કોર્ટે બે આરોપીઓના જામીન ફગાવ્યાં - ગોમતીપુર

કોરોનાના કારણે જારી કરાયેલા લૉક ડાઉન દરમિયાન ગોમતીપુરની કસાઈની ચાલી પાસે પેટ્રોલિંગમાં ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટનામાં ગુરુવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેશન્સ કોર્ટે બે આરોપીઓના જામીન ફગાવ્યાં હોવાની વિગતો સામે આવી છે.

ગોમતીપુરમાં લૉક ડાઉનમાં પોલીસ પર હુમલાના કેસમાં કોર્ટે બે આરોપીઓના જામીન ફગાવ્યાં
ગોમતીપુરમાં લૉક ડાઉનમાં પોલીસ પર હુમલાના કેસમાં કોર્ટે બે આરોપીઓના જામીન ફગાવ્યાં

By

Published : Apr 9, 2020, 8:17 PM IST

અમદાવાદ: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પર હુમલામાં સંડોવાયેલા બે આરોપી મોહંમદ તેહસીલ અન્સારી અને સાબીર હુસેન અન્સારીના જામીન ફગાવ્યાં હતાં. કોર્ટે સાક્ષીઓની જુબાની અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવવાના આધારે આરોપીઓના જામીન ફગાવ્યાં હતાં.

બંને આરોપીઓના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ સીસીટીવી પોલીસ પર હુમલો કરતા હોય તેવું દેખાતું નથી. બંને અનાજ લેવા માટે લૉક ડાઉન દરમિયાન બહાર આવ્યાં હતાં. એ સમયગાળા દરમિયાન પોલીસે તેમના પર હુમલો કર્યો હતો. જોકે કોર્ટે આરોપીઓના વકીલની દલીલની ફગાવી દીધી હતી.


આ સમગ્ર કેસની વિગત એવી છે કે 1લી એપ્રિલના રોજ દિલ્હી મરકઝથી આવેલાં તબલીગી જમાતના લોકોને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે ગોમતીપુર કસાઈની ચાલી પાસે કેટલાક ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details