ગુજરાત

gujarat

By

Published : Jan 8, 2020, 10:43 PM IST

ETV Bharat / state

માયા કોડનાનીને 6 મહિના ગુજરાત બહાર જવાની કોર્ટે પરવાનગી આપી

અમદાવાદ: વર્ષ 2002 નરોડા પાટીયા હત્યાકાંડના આરોપી અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રઘાન માયા કોડનાનીને ડિપ્રેશનની સારવાર અર્થે ગુજરાતની બહાર લઈ જવાની પરવાનગી માંગતી રિટને સોમવારે સ્પેશયલ જજ એમ.કે દવે માન્ય રાખી હોવાની વિગતો સામે આવી છે. કોર્ટે આદેશના 6 મહિના સુધી ગુજરાત બહાર રહેવાની માયા કોડનાનીને છુટ આપી છે.

માયા કોડનાનીને છ મહિના ગુજરાત બહાર જવાની કોર્ટે પરવાનગી આપી
માયા કોડનાનીને છ મહિના ગુજરાત બહાર જવાની કોર્ટે પરવાનગી આપી

ઉલ્લેખનીય છે કે, અગાઉ બે વાર માયા કોડનાની દ્વારા બે વાર 6-6 મહિનાની છુટ અમદાવાદ સ્પેશયલ કોર્ટ દ્વારા ડો. માયા કોડનાનીને આપવામાં આવી છે. માયા કોડનાની તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોતે ડિપ્રેશનના દર્દી છે અને તેની સારવાર માટે ગુજરાત બહાર જવું પડે છે. જેથી જામીન અરજીમાં ગુજરાત બહાર ન જવાની શરત કાઢી નાખવામાં આવે અથવા તો તેમાં રાહત આપવામાં આવે.

માયા કોડનાનીને છ મહિના ગુજરાત બહાર જવાની કોર્ટે પરવાનગી આપી

કોર્ટે આ વાતને ધ્યાનમાં રાખીને આદેશની તારીખથી 6 મહિના સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં આવી છે. માયા કોડનાની ધાર્મિક સ્થોળોની મુલાકાત લેતાં તેમના સ્વાસ્થમાં સુધારાની પણ નોંધ લેવાઈ છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2002 નરોડા પાટીયા કોમી તોફાન દરમિયાન મદદગીરી કરવાના આક્ષેપમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન માયા કોડનાની સામેલ હોવાનું સામે આવ્યું હતું. જ્યારબાદ સ્પેશયલ કોર્ટ દ્વારા સ્વાસ્થના કારણસર તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details