ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : અમેરિકાના સપના લઈને નીકળેલા અમદાવાદના કપલને ઈરાનથી પરત લવાયું, એજન્ટની કરાઇ અટકાયત - couple from Ahmedabad who left

હૈદરાબાદથી ઈરાન-દુબઈ થઈને અમેરિકા જનારા પરિવારને આખરે સુરક્ષિત રીતે અમદાવાદ પરત લાવવામાં આવ્યો છે. પંકજને રૂપિયા માટે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી જેની હાલ સારવાર કરવામાં આવી રહી છે. પંકજના પત્ની નિશા પટેલે રાજ્ય સરકાર તથા પોલીસનો પોતાને સુરક્ષિત પરત લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

couple-from-ahmedabad-who-left-with-american-dreams-were-brought-back-from-iran-agent-was-detained
couple-from-ahmedabad-who-left-with-american-dreams-were-brought-back-from-iran-agent-was-detained

By

Published : Jun 21, 2023, 7:50 PM IST

પંકજને રૂપિયા માટે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી જેની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

ગાંધીનગર:ગુજરાતમાં ગેરકાયદે વિદેશમાં જવા માટેના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં અનેક લોકો ગેરકાયદેસર વિદેશ જવા માટે ગુજરાતની તો નીકળે છે પરંતુ તેમની ડેડબોડી જ ગુજરાતમાં પરત ફરે છે. આવી જ રીતે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી એક કપલ ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યું હતું પરંતુ તેઓ અમેરિકા તો જઈ શક્યા નહીં અને અમુક ઈરાનીઓ અને પાકિસ્તાનના લુખ્ખા તત્વોના હાથે ચડી ગયા અને ધાક ધમકીથી પૈસા પડવાનો શરૂ થયો ખેલ! શું ખેલ હતો? ગુજરાત સરકારે શું કર્યું? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કાઈ રીતે એક્ટિવ બની જુવો સમગ્ર એહવાલ..

'આજે સવારે પંકજ પટેલને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમની માનસિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. બે કલાક સુધી તેમનું કાઉન્સરીંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી શરીર ઇજાની વાત કરવામાં આવે તો પીઠના ભાગે તેમને 25 જેટલા પતરીના ઘા મારવામાં આવ્યા છે. મહિલા એ પ્રેગ્નેન્ટ પરંતુ તેમને અને તેમના બાળકને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. પંકજ પટેલને માનસિક રીતે ખૂબ જ હેરાન કરવામાં આવ્યા છે. હાલમાં તેઓના બ્લડ રિપોર્ટ લઈને સારવાર શરૂ કરવામાં આવી છે.'-ઉત્સવ પટેલ, ડોક્ટર

પૈસાની માંગ કરતા વીડિયો: આ સમગ્ર મામલે ગેરકાયદેસર વિદેશ જવા ઇચ્છનાર અને હોસ્પિટલમાં દાખલ થનાર પંકજ પટેલના મામા રાજુભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ભાણીયાને અને વહુને બંધક બનાવીને પૈસાની માંગ કરવામાં આવી હતી. ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ સમગ્ર મામલે અમે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી અને તેઓ પરત આવશે તેઓ અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. અમે રાજ્ય સરકાર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો ખૂબ આભાર માનીએ છીએ.

વિદેશ મંત્રાલયનો કરાયો સંપર્ક:સમગ્ર ઘટના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત સરકારને સમગ્ર ઘટના વિશેની માહિતી આપી. રાજ્ય કક્ષા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વિદેશ મંત્રાલય સાથે ઓફિસિયલી વાતચીત કરી અને ઈરાનના રાજદૂત દ્વારા કપલને પરત લાવવા માટેની કામગીરી શરૂ થઈ. આજે વહેલી સવારે જ કપલ અમદાવાદ પરત આવ્યું અને ગાંધીનગર કોબા હાઇવે ઉપર આવેલી એસ.કે ખાનગી હોસ્પિટલમાં યુવાનને સારવાર આપવામાં આવી રહી છે.

એજન્ટની કરાઈ અટકાયત:સમગ્ર મામલે તેઓને અમેરિકા લઈ જનાર ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં એજન્ટનું કામ કરનાર અભય રાવલની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અહીંયાથી તેઓ કઈ રીતે ગયા હતા તે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?:અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતું આ કપલ 10 થી 15 દિવસ પહેલા ગુજરાતથી નીકળીને હૈદરાબાદ ગયું. હૈદરાબાદના એક એજન્ટ મારફતે તેઓ દુબઈ પહોંચ્યા અને દુબઈ બાદ તેઓ ઇરાન અન્ય એજન્ટના મારફતે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા પરંતુ અમેરિકા જવું તેમના નસીબમાં જ હતું નહીં. ઈરાનમાં રહેલા અમુક લુખ્ખા તત્વો એ તેમને બાનમાં લીધા યુવાનની પીઠ ઉપર પથરીના ઘા મારવામાં આવ્યા અને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યા. મહિલાને પણ પરેશાન કરવામાં આવી હતી. સમગ્ર મામલે આ લુખ્ખા તત્વો એ પરિવારજનો પાસે પૈસાની માંગ કરી રહ્યા હતા ત્યારે પરિવારજનોએ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગયા અને સમગ્ર મામલે અધિકારીઓને વિગત આપી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત સરકાર આ કપલને પરત સહી સલામત લાવવા માટે એક્ટિવ બની હતી.

  1. Ahmedabad News: ઈરાનમાં અપહરણ અને ખંડણી કેસમાં ફસાયેલ દંપતિ અમદાવાદ પરત પહોંચ્યું, યુવકને સારવાર માટે ગાંધીનગર ખસેડાયો
  2. Ahmedabad Crime: ગેરકાયદેસર USA જવા નીકળેલો યુવક અચાનક ગુમ, ઢોર માર મારતો વિડિયો સામે આવ્યો

ABOUT THE AUTHOR

...view details