ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: કોરોનાની ટ્રાયલ વેક્સીન સોલા સિવિલ પહોંચી-સૂત્ર - સોલા સિવિલ

કોરોનાની વેકસીનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સૂત્ર પાસથી મળતી માહિતી મુજબ ટ્રાયલ વેકસીન અમદાવાદ પહોંચવાની હતી તે હાલ સોલા સિવિલ ખાતે પહોંચી છે જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

corona
corona

By

Published : Nov 24, 2020, 8:48 PM IST

  • સોલા સિવિલ ખાતે પહોંચી કોવેકસીન- સૂત્ર
  • 1000 લોકો પર કરાશે ટ્રાયલ
  • આરોગ્ય વિભાગ દ્વારા કરાશે જાહેરાત


અમદાવાદઃ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોનાની કોવેક્સીન હવાઈ માર્ગે અમદાવાદ પહોંચવાની હતી. તે કોવેક્સીન સોલા સિવોલ પહોંચી ગઈ છે, આરોગ્ય વિભાગ દ્વારા તે અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. હાલ આ અંગે સોલા સિવિલ તરફથી મૌન રાખવામાં આવ્યું છે.

કોરોનાની ટ્રાયલ વેક્સીન સોલા સિવિલ પહોંચી


કોવેક્સીન માટે બનાવવામાં આવી કમિટી

કોવેક્સીનનું 1000 વૉલેન્ટીયર પર ટ્રાયલ કરવામાં આવશે. તે અગાઉ સોલા સિવિલ હોસ્પિટલમાં 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જે વેક્સીન અંગે સમીક્ષા કરશે. આ કોવેક્સીન ભારત બાયોટેક નામની હૈદરાબાદની કંપનીએ બનાવી છે.

ટ્રાયલ બાદ લોકો સુધી પહોંચશે વેક્સીન

હાલ કોવેક્સીન સોલા સિવિલ પહોંચી છે. જેનું ટ્રાયલ થશે અને 1 કલાક જે તે વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને સફળ થયા બાદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. વેક્સીનનું નામ પણ આત્મનિર્ભર વેકસીન રાખવામાં આવ્યું છે.

હાલ વેક્સીન સોલા સિવિલમાં રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વેક્સીન સફળ સાબિત થાય તો ભારત માટે ખૂબ જ સારા સમાચાર સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details