- અમદાવાદમાં 108 એમ્બુલન્સના કર્મચારીઓનું વેક્સિનેશન
- તમામ કર્મચારીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
- 149 કર્મચારીઓને આપવામાં આવી વેક્સિન
- 108ના CEO જસવંત પ્રજાપતિએ પણ લીધી વેક્સિન
- 108 ઇમરજન્સી સેવા ઓપરેશન હેડ સતીશ પટેલ પણ સામેલ
અમદાવાદમાં 108 ઈમરજન્સી સેવાના 149 કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ
અમદાવાદઃ કોરોના કાળમાં પણ અવિરત 24 કલાક 7 દિવસ પોતાની ફરજ બજાવતા તમામ કોરોના વોરિયર્સને કોવિડ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 108 સેવાના તમામ કર્મચારીઓને સાંકળી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે 108 ઈમરજન્સી સેવાના કુલ 149 કર્મચારીઓને આજે વેક્સિન આપવામાં આવી હતી.
અકસ્માતમાં 24 કલાક 108 સેવા અગ્રેસર
રાજ્યના લોકોને કુદરતી આફત, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ અકસ્માત, રેલ દુર્ઘટના, રોગચાળો તેમ જ શારીરિક બિમારી જેવા અસાધારણ સંજોગોમાં સંપૂર્ણ અને સલામત સંકલિત પ્રિ-હોસ્પિટલ ઈમરજન્સી મેડીકલ સેવાઓ પૂરી પાડતા હોય છે. આ યોજના હેઠળ દરરોજ સરેરાશ રાજ્યના 3200થી 3500 જેટલા દર્દીઓને કટોકટીના સમયે નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાની નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડવામાં આવે છે
માર્ચ બાદ 108 એમ્બુલન્સ દ્વારા 1.28 લાખ કોવિડ દર્દીઓને હોસ્પિટલ ખસેડ્યા છે
108 સેવા દ્વારા સમયાંતરે કોવિડ-19 સ્થિતિની સમીક્ષા કરી અને તે મુજબ કોવિડ-19ને લગતા કેસને અત્યંત સલામતી સાથે પ્રતિસાદ આપવા માટે ખાસ એમ્બુલન્સને તૈનાત કરવામાં આવી છે. માર્ચ-2020 બાદ 108 ઈમરજન્સી સેવા દ્વારા 1,28,107 જેટલા કોવિડ-19 રોગના શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.