- ધંધુકામાં કોરોના માટે માત્ર 10 બેડની સુવિધા
- વધુ બેડની માગ કરતા ખાનગી હોસ્પિટલમાં 25 બેડની સુવિધા ઉભી કરાઈ
- વેપારીઓ દ્વારા 2મે થી 9મે સુધી લોકડાઉન
અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન આપી ગ્રામજનોની રક્ષા કરી રહ્યા છે. ધંધુકા તાલુકા મથકે વેપારી મહામંડળ દ્વારા 2 મેથી 9 મે સુધી સંપૂર્ણ લોક ડાઉન આપવામાં આવ્યું છે.
માત્ર 10 બેડની સુવિધા
ધંધુકામાં સૌપ્રથમ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના માટે માત્ર 10ની બેડની સુવિધા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે તે પ્રમાણે આ સુવિધા અપૂરતી હતી. જેથી રાજ્ય સરકારે ધંધુકાની ખાનગી RMS હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 25 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. હવે કોરોના ગ્રસ્ત દર્દીઓને સ્થાનિક સ્તરે જ સારવાર મળી રહી છે.