રાજ્યમાં રોજ નવા વિક્રમ બનાવતો કોરોના, 24 કલાકમાં 510 કેસ, 35નાં મોત
રાજ્યમાં કોરોના વાયરસ રોજ વિક્રમ બનાવી રહ્યો છે, 24 કલાકના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકો આ આંકડાને લઇને વધુ ગંભીર બની રહ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં આજે સૌથી વધું 510 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 35 દર્દીનાં મોત થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરના વાયરસના કુલ 19,119 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે માત્ર 344 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 324, સૂરત 67, વડોદરામાં 45, ગાંધીનગર 21, મહેસાણા 9, પાટણ, જામનગર 6-6, વલસાડ 5, ભાવનગર, અમરેલી 4-4, ખેડા, ભરૂચ, સુરેન્દ્રનગર 3-3, ડાંગ 2, બનાસકાંઠા રાજકોટ અરવલ્લી સાબરકાંઠા છોટાઉદેપુર જુનાગઢ નવસારી દેવભૂમિ દ્વારકામા 1-1 કેસ સામે આવ્યા છે. જેમાં માત્ર અમદાવાદના જ 13678 કેસ થાય છે. જ્યારે 63 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1190 લોકોના મોત થયાં છે.