ગાંધીનગરઃ આજે રાજ્યમાં વધુ 4 કેસોનો વધારો થયો છે. જેમાં એક કેસ સૂરત, એક વડોદરા અને 2 ભાવનગરના કેસ કોરોના પોઝિટિવ નોંધાયાં છે. જ્યારે 4 કેસમાં વધારો થઈને રાજ્યમાં કોરોના પોઝિટિવ આંકડો 179 થયો છે. અત્યારે 136 જેટલા દર્દીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે, જ્યારે 2 વેન્ટિલેટર અને 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કોરોના વાઇરસના કેસનું બ્રેકઅપ આપતા આરોગ્ય અગ્ર સચીવ જયંતી રવિએ જણાવ્યું હતું કે કુલ કેસમાં વિદેશમાંથી આવેલ 33 કેસો, આંતરરાજ્ય કેસો 32 લોકલ 114 કેસો જેટલા નોંધાયાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3972 ટેસ્ટ કરવામાં આવ્યાં છે, જેમાં 3562 ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે 231 પેન્ડિંગ પેન્ડિગ છે. ઉપરાંત છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 932 ટેસ્ટ થયાં છે જ્યારે 14 પોઝિટિવ આવ્યાં છે અને 687 નેગેટિવ રિપોર્ટ આવ્યાં છે અને 231 ટેસ્ટ પેન્ડિંગ છે.