ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. 308 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયાં છે, જ્યારે રાજ્યના સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ, સૂરત અને વડોદરાના નોંધાયા છે. બીજી તરફ અત્યાર સુધી અત્યાર સુધી સુધી મોટાભાગના મોત કોઈ બીમારીના કારણે થતાં હતાં. પરંતુ હવે માત્ર કોરોના વાયરસના કારણે થતાં મોતનો આંકડો પણ ધીરે ધીરે વધી રહ્યો છે.
કોરોનાની મહામારી: આંકડો 4082, અમદાવાદ 2777, સૌથી વધુ કેસ માત્ર 3 મહાનગરમાં - Surat
કોરોના બીમારીમાં રાજ્યનો આરોગ્ય વિભાગ વામણો પુરવાર થઇ રહ્યો છે. તેની સાથે નાગરિકો પણ કાયદાનું ઉલ્લંઘન કરતાં સામે આવી રહ્યાં છે અને તેના કારણે જ રાજ્યમાં કોરોના વાયરસ વધતો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 308 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 લોકોનાં મોત થયા છે. આ 16 પૈકીના 4 સીધા કોવિડના ચેપના કારણે જ્યારે અન્ય 12 દર્દીને ઉપરોક્ત બીમારી સિવાયની કોઈ સમસ્યા હતી અને કોરોના થતા મોતને ભેટ્યા છે.
આજે જે દર્દીઓના નિધન થયા છે તેમાંથી 9 દર્દી અમદાવાદના છે, જ્યારે 3 સુરત, 3 વડોદરા અને 1 રાજકોટના દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 93 દર્દી ડીસ્ચાર્જ થયા છે. તેમાંથી 22 દર્દી અમદાવાદના છે.આજે જામનગર, પોરબંદર, મોરબી કોરોનામુક્ત થયા છે એટલે કે ત્યાં હવે કોરોનાના એક્ટિવ દર્દી નથી.