ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Cases: અમદાવાદમાં 2 સપ્તાહથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 2 ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત - Ahmedabad Municipal Corporation Action

અમદાવાદમાં છેલ્લા 2 સપ્તાહથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે, શહેરમાં કોરોનાની રસીના 2 ડોઝ લઈ લેનારા લોકો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે તંત્ર દોડતું થયું છે.

Corona Cases: અમદાવાદમાં 2 સપ્તાહથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 2 ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત
Corona Cases: અમદાવાદમાં 2 સપ્તાહથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 2 ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત

By

Published : Mar 21, 2023, 5:03 PM IST

સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં

અમદાવાદઃરાજ્યમાં ફરી કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં હવે અમદાવાદમાં H3N2ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 398 જેટલા કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે, જેના પગલે અમદાવાદ શહેરના PHC અને CSC કેન્દ્ર ખાતે ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃAhmedabad News : યુવાનોમાં હાર્ટએટેક અને H3N2 વાયરસને લઈને ચિંતા, શ્વેતપત્રો પાડ્યા બહાર

છેલ્લા એક સપ્તાહમાં કેસમાં વધારોઃઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા 1 સપ્તાહમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગતરોજ કોરોનાના 52 કેસ નોંધાયા હતા. તો અત્યારે શહેરમાં કોરોનાના 398 એક્ટિવ કેસ છે, જેમાં 39 જેટલા દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આમાં એક દર્દીની હાલત ખરાબ હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. તો મોટા ભાગના દર્દી બંને ડોઝ લીધા હોય તેવા કેસ સામે આવી રહ્યા છે. તેમાં નવરંગપુરા, બોડકદેવ અને જોધપુરમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે. શહેરમાં હાલ 398 એક્ટિવ કેસમાં 378 દર્દી 19 વર્ષની ઉપરનું આયુષ્ય તેમ જ 20 દર્દી 80 વર્ષથી ઉપરની આયુ ધરાવતા દર્દી છે.

સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાંઃઅમદાવાદ શહેરમાં ઝોન મુજબ કેસની વાત કરીએ તો, મધ્ય ઝોનમાંથી 22, પશ્ચિમ ઝોનમાં 103, ઉત્તરપશ્ચિમ ઝોનમાં 117, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 63, ઉત્તર ઝોનમાં 23, પૂર્વ ઝોનમાં 30, દક્ષિણ ઝોનમાં 40 એમ કુલ 398 કેસ નોંધાયા છે, જેમાં આજના કુલ 52 કેસ નોંધ્યા છે. આમાંથી આજે 18 જેટલા દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે H1N1 કેસની વાત કરીએ તો, 23 જાન્યુઆરીથી 18 માર્ચ 2023 સુધી 47 કેસ નોંધાયા છે.

રોજની 9000 દર્દીને OPD:વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક આવેલા PHC અને CSC કેન્દ્રમાં 9,000 જેટલા OPD નોંધાઈ રહ્યા છે. આમાંથી 1,700 જેટલા માત્ર શરદી, ઉધરસના દર્દી જોવા મળી રહ્યા છે, પરંતુ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ તમામ PHC અને CSC કેન્દ્રમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત LG અને SVP હોસ્પિટલમાં H3N2નું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃBhavnagar preparation for H3N2: કોરોનાના વધતા કેસ અને H3N2ના આવેલા કેસ બાદ વોર્ડ શરૂ,

ટાઈફોઈડના 236 કેસઃશહેરમાં પાણીજન્ય કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 18 માર્ચ સુધી પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 291, કમળાના 86, કેસ ટાઈફોડના 236 કેસ, કોલેરાનો 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષ દરમિયાન 9,613 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2,343 જેટલા બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.જેમાંથી 30 જેટલા પાણીના નમુના સેમ્પલ જાહેર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details