•માંડલની કોર્ટમાં રજિસ્ટ્રારે કેટલા સંકલ્પ લેવડાવ્યા
•26 મી નવેમ્બરે ભારતના બંધારણ માટે સંવિધાન દિવસની ઉજવણી કરાય છે
•માંડલ બાર એસોસિએશન વકીલ અને સિવિલ કોર્ટનો સંપૂર્ણ સ્ટાફને રજીસ્ટારે સંકલ્પ લેવડાવ્યા

અમદાવાદઃ 26મી નવેમ્બર એટલે ભારતના બંધારણનો દિવસ. 26 નવેમ્બર, ગુરુવારના રોજ સરકારી કચેરીઓ અને કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. મંડાલ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રજિસ્ટારે લેવડાવ્યાં સંકલ્પ
સંવિધાન દિવસ નિમિત્તે માંડલની કોર્ટમાં રજીસ્ટાર દ્વારા કર્મચારીઓને કેટલાક સંકલ્પ લેવડાવવામાં આવ્યાં હતાં. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્ય દ્વારા દરેક કોર્ટમાં આ દિવસે સંકલ્પ લેવડાવવાની સુચના અનુસાર માંડલની સિવિલ કોર્ટમાં રજીસ્ટાર દ્વારા સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. માંડલ બાર એસોસિએશનના વકીલો અને સિવિલ કોર્ટના સ્ટાફને રજીસ્ટાર લાલજીભાઈએ સંકલ્પ લેવડાવ્યા હતા.
જેમાં બંધારણનું પાલન કરવાની અને તેના આદેશો તથા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર્શ કરવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો. 26મી નવેમ્બરના દિવસે ભારતના બંધારણની ઉજવણી સરકારી કચેરીઓ અને ન્યાયાલયો માં કરવામાં આવે છે.