અમદાવાદઃ બનાસકાંઠાથી કોંગ્રેસી ધારાસભ્ય નાથાભાઈ પટેલ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી કે, સત્તા પક્ષ શાસિત ભાજપ સરકાર હેરાનગતિ કરી કોંગ્રેસી ધારાસભ્યને રાજ્યસભાની ચુંટણી દરમિયાન મતદાન સ્વતંત્ર રીતે કરવા દેશે નહિ. ગુજરાત હાઈકોર્ટમાં ગુરુવારે જ્યારે કેસ સુનાવણી દરમિયાન જસ્ટીસ જે.બી. પારડીવાલાની અધ્યક્ષતાવાલી ડિવિઝન બેન્ચે કેસને નોટ બિફોર મી એટલે કે, સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આ કેસને હવે ફરીવાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથના આદેશ બાદ અન્ય કોઈ જજ સમક્ષ કેસને મૂકવામાં આવશે.
ભાજપ રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસી MLAને સ્વતંત્ર રીતે મતદાન કરવા દેશે નહીંના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ - બનાસકાંઠાના કોગ્રેંસી ધારાસભ્ય નાથાભાઈ પટેલ
અગામી દિવસોમાં યોજનારી રાજ્યસભા ચૂંટણી પહેલાં બનાસકાંઠાના કોગ્રેંસી ધારાસભ્ય નાથાભાઈ પટેલે ભાજપ સરકાર હેરાનગતિ કરી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમને સ્વતંત્ર રીતે મતદાન કરવા દેશે નહીં તેવા આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.
rajyasabha
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, ભાજપ સરકાર ધારાસભ્યનો પક્ષ વિરોઘી પ્રવૃતિઓ કરવા બદલ દબાણ સર્જી શકે છે. ભાજપ પાસે કેન્દ્ર અને રાજ્યમાં સત્તા હોવાથી તેના દૂર-ઉપયોગ કીર રાજ્યસભાની ચૂંટણીને અસર કરી શકે છે.
નોંધનીય છે કે, અગામી 26મી માર્ચના રોજ રાજ્યસભામાં ખાલી પડેલી 55 જેટલી બેઠકો પર ચૂંટણી થવાની છે. જેમાં 4 બેઠકો ગુજરાતની સામેલ છે.