ગુજરાત

gujarat

ETV Bharat / state

2022માં ગુજરાતમાં કૉંગ્રસની સરકાર બનશેઃ કૉંગ્રસના પ્રભારી રઘુ શર્મા - ગુજરાત કૉંગ્રસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા

ગુજરાત કૉંગ્રસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર  પહોંચેલા રઘુ શર્માનું કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમનું સ્વાગત કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં રઘુ શર્માએ કહ્યું હતું કે, મને ગુજરાતના પ્રભારીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે. અમે અનેક ઉતાર ચઢાવ જોયા છે. અમે એક થઈને ભાજપ સાથે મુકાબલો કરીશું

2022માં ગુજરાતમાં કૉંગ્રસની સરકાર બનશેઃ કૉંગ્રસના પ્રભારી રઘુ શર્મા
2022માં ગુજરાતમાં કૉંગ્રસની સરકાર બનશેઃ કૉંગ્રસના પ્રભારી રઘુ શર્મા

By

Published : Oct 9, 2021, 5:13 PM IST

  • કૉંગ્રસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
  • મને ગુજરાતના પ્રભારીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇઃ રઘુ શર્મા
  • રઘુ શર્મા ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદઃગુજરાત કૉંગ્રસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા રઘુ શર્માનું કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમ કે અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી વગેરે તેમનું સ્વાગત કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.

ગુજરાતના પ્રભારીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ

એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં રઘુ શર્માએ કહ્યું હતું કે, મને ગુજરાતના પ્રભારીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે. અમે અનેક ઉતાર ચઢાવ જોયા છે. અમે એક થઈને ભાજપ સાથે મુકાબલો કરીશું. તેઓ બપોરે 03 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કૉંગ્રેસના અગ્રણીઓ સાથે VIP રૂમમાં વાતચીત કરી હતી. કૉંગ્રેસના દિગ્ગજ નેતા ઉપરાંત મોટી સંખ્માં કૉંગ્રેસ નાકાર્યકરોએ કૉંગ્રેસના ઝંડા અને ઢોલ-નગારા સાથે તેમને આવકાર્યા હતા.

ગુજરાતની જનતા હવે હકીકત જાણી ગઈઃ રઘુ શર્મા

અમદાવાદ એરપોર્ટ પર રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ગુજરાતમાં સુવિધાના અભાવે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. આને પરિણામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પદ છીનવી લેવાયું છે,અને હવે તેની પર મલમપટ્ટી કરવા નવી સરકારની રચના કરવામાં આવી છે. પરંતુ ગુજરાતની જનતા હવે હકીકત જાણી ગઈ છે કે કોરોના કાળમાં સરકારે કેવી કામગીરી કરી છે. 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલગ પરિસ્થિતિઓ હશે.

રઘુ શર્મા ગાંધી આશ્રમની મુલાકાત લીધી
અમદાવાદ એરપોર્ટથી રઘુ શર્મા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની મુલાકાત બાદ ભદ્રકાલી મંદિર અને ત્યારબાદ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને આશિર્વાદ લીધા હતા.ત્યારબાદ તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય પાલડી ખાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃOperation Smit: અમદાવાદ-ગાંધીનગર પોલીસનું જોઈન્ટ ઓપરેશન શરુ, બાળકના વાલીને શોધવા દેશભરમાં એલર્ટ

આ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈને રાજ્ય કક્ષાના પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રધાને શું કહ્યું જાણો...

ABOUT THE AUTHOR

...view details