ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં ચાલી રહેલા આંદોલન મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર

અમદાવાદઃ રાજ્યમાં વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. સરકાર પાસે લોકોને આપવા જવાબ નથી અને લોકોના આંદોલનને સાંભળવા પણ સમય નથી તેવા આક્ષેપો કોંગ્રસ દ્વારા કરવામાં આવ્યાં છે.

By

Published : Jan 20, 2020, 7:17 PM IST

ds
ds

ગુજરાતના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર રાજ્યના શિક્ષકોને તીડ ભગાડવા મોકલે છે. ત્યારબાદ સામાજિક કાર્યક્રમમાં ભોજનનો બગાડ ન થાય તે જોવા મોકલે છે. શિક્ષકોને ભણાવવા સિવાય બધા કામમાં સરકાર આગળ કરે છે. શિક્ષણની પરિસ્થિતિ પણ રાજ્યમાં ખરાબ છે. અગાઉ ગુજરાતનો શિક્ષણમાં ૯મો ક્રમ હતો ત્યારે હવે તે ૧૯મો થયો છે. શિક્ષકોની માંગણીઓને સાંભળવા સરકાર તૈયાર નથી તો શિક્ષક કામ કેવી રીતે કરશે.

રાજ્યમાં ચાલી રહેલા આંદોલન મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર

TATના વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરી હતી. છતામ સરકાર ૨૦ હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી કરતી નથી. મધ્યાહન ભોજન યોજનામાં પણ કર્મચારીઓ પરેશાન છે. લોક રક્ષક દળ મામલે ચાલી રહેલા આંદોલન મામલે પણ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details