ગુજરાત

gujarat

ETV Bharat / state

VS હોસ્પિટલ આંદોલન પાર્ટ-2, વિવિધ આરોગ્ય સેવાઓ બંધ થતા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ - protest

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની ખ્યાતનામ વી.એસ. હોસ્પિટલને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. આ પહેલા પણ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી, ત્યારે પણ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. વી. એસ. હોસ્પિટલના બેડની સંખ્યા ઘટાડવાને લઈને કોંગ્રેસે અનેક વખત ધરણા વિરોધ પ્રદર્શન કર્યા હતા.

VS હોસ્પિટલમાં વિવિધ આરોગ્ય સેવાઓ બંધ થતા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

By

Published : May 19, 2019, 12:40 AM IST

આ ઉપરાંત વી. એસ. બચાવો સમિતિના નેજા હેઠળ ન્યાયિક લડાઈ પણ શરૂ કરી હતી. જો કે, કોર્પોરેશને બાંહેધરી આપી હતી કે, જેટલા બેડ ઘટાડવામાં આવ્યા છે તેનાથી વધુ બેડ હવે ઓછા કરવામાં આવશે નહીં. હોસ્પિટલમાં જે સેવાઓ ચાલુ છે તે સેવા કોઈ પ્રકારે બંધ કરવામાં આવશે નહીં.

VS હોસ્પિટલમાં વિવિધ આરોગ્ય સેવાઓ બંધ થતા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

આ મામલો ભારે વિવાદ બાદ થોડો શાંત થયો હતો, ત્યારે આજે ફરી એકવાર વી.એસ. હોસ્પિટલના મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલ, કોર્પોરેશનમાં વિપક્ષી નેતા દિનેશ શર્મા, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, ઇમરાન ખેડવાલા સહિત કાર્યરતાઓ હાજર રહ્યાં હતા. જોકે કોંગ્રેસના કોર્પોરેટર ગેરહાજર રહ્યાં હતા. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, વી. એસ. હોસ્પિટલને તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે. એક બાદ એક સુપરસ્પેશિયાલિટી સર્વિસ જૂની વી. એસ.માં બંધ કરવામાં આવી રહી છે. જેમાં મેડિસિન, સર્જરી, આઇસીયુ સહિતની સેવાઓ તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details