અમદાવાદ: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખાડાની નગરી અમદાવાદ તેવું નામ આપ્યું હતું. અમદાવાદમાં કોર્પોરેશનની કામગીરી પર તેમણે આક્ષેપ કર્યા કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની નીતિ ચાલી રહી છે. ભાજપ પોતાના અને મળતિયાઓના ઘરો ભરવા માંગી રહી છે. જેની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડી રહી છે. આ બાબતે સામાન્ય નાગરિકોએ હવે જાગવાની જરૂર છે. કારણ કે, દિવસે દિવસે જે રીતે ઘટનાઓ સર્જાઇ રહી છે તે યોગ્ય નથી.
અમદાવાદને 'ખાડાની નગરી' નામ આપી અમિત ચાવડાએ સરકાર અને કોર્પોરેશન પર કર્યા પ્રહાર - Congress President Amit Chavda
અમદાવાદમાં સામાન્યથી ભારે વરસાદના કારણે એક તરફ સામાન્ય નાગરિક હેરાન-પરેશાન બન્યો છે તો બીજી તરફ વરસાદના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી છે. જેને લઈ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ઘેરીને કોર્પોરેશન અને સરકાર પર પ્રહારો કર્યા હતા.
અમદાવાદને લઈ કોંગ્રેસ પ્રમુખનો સરકાર અને કોર્પોરેશન પર પ્રહાર
વૈષ્ણોવ દેવી સર્કલ પાસે બસ ખાડામાં ખાબકી જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પરંતુ સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. જ્યારે હવે શું ભાજપ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે તેવા આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા.
જોકે, કોર્પોરેશનની રોડ રસ્તાની કામગીરીને લઈ અનેક સવાલો સામાન્ય નાગરિકોમાં પણ હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું છે કે, રોડ રસ્તા કમિટી દ્વારા યોગ્ય રસ્તા બનાવવામાં આવશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે.