ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેશ પટેલ રાજકરણમાં નહીં જોડાતા કૉંગ્રેસે શું કહ્યું ? - Naresh Patel not get involved in politics

નરેશ પટેલે રાજકારણમાં નહીં આવવાનો નિર્ણયને લઈને પૂર્ણ વિરામ મૂક્યું છે. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખે (Gujarat Congress)તેમના આ નિર્ણયને આવકર્યો છે. આજ નરેશ પટેલ કોઈપણ પાર્ટીમાં જોડાશે નહીં (Naresh Patel not get involved in politics )તેના નિર્ણયથી કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ નિર્ણયને તેમનો અંગત નિર્ણય ગણાવ્યો છે.

નરેશ પટેલ રાજકરણમાં નહીં જોડાતા કૉંગ્રેસે શું કહ્યું ?
નરેશ પટેલ રાજકરણમાં નહીં જોડાતા કૉંગ્રેસે શું કહ્યું ?

By

Published : Jun 16, 2022, 5:39 PM IST

અમદાવાદ:ખોડલ ધામના ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં નહીં આવવાનો નિર્ણયને લઈને પૂર્ણ વિરામ (Naresh Patel not get involved in politics )મૂક્યું છે ત્યારે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખે તેમના આ નિર્ણયને આવકર્યો છે. પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ છેલ્લા 6 મહિનાથી કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ચર્ચામાં હતા. પરંતુ આજ નરેશ પટેલ કોઈપણ પાર્ટીમાં જોડાશે નહીં તેના નિર્ણયથી કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ (Gujarat Congress) નિર્ણયને તેમનો અંગત નિર્ણય ગણાવ્યો છે.

કૉંગ્રેસ

આ પણ વાંચોઃનરેશ પટેલના રાજકીય પ્રવેશના નિર્ણય અંગે PAASએ કહ્યું- જે થયું એ...

નરેશ પટેલની દરેક વાત સ્વીકારી હતી -ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે નરેશ પટેલે જે નિર્ણય લીધો તે યોગ્ય હશે. પરંતુ નરેશ પટેલ જેવા સારા આગેવાન રાજકારણમાં જોડાય તે સારી વાત કહેવાય પરંતુ આ નિર્ણય પોતાનો સ્વતંત્ર છે. પરંતુ કોંગ્રેસ તેમની તમામ માંગો સ્વીકારી હતી.

આ પણ વાંચોઃનરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેની પર લાગ્યું પૂર્ણવિરામ

નરેશ પટેલ કૉંગ્રેસ હાઇકમાન્ડ સાથે પણ બેઠક કરી -નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરવાના સમાચાર મળ્યા હતા. ત્યારે તે કૉંગ્રેસના ધારાસભ્ય સાથે દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે પણ મુલાકત કરી હતી. નરેશ પટેલ પોતાની માંગો તેમની સામે મૂકી હતી. તે સમયે પણ કૉંગ્રેસ તેમની તમામ માંગો સ્વીકરી હતી. પરંતુ આખરે રાજકારણમાં હાલમાં નહી જોડાવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details