અમદાવાદ:ગુજરાતમાં લઠ્ઠાકાંડ પર વિપક્ષ (Latthakand in Gujarat )ગુ દ્વારા સરકાર પર અનેક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસ દ્વારા( Gujarat Congress )સરકારની કામગીરી નિષ્ફળતા ગણાવી રહી છે. સાથે કૉંગ્રેસ દ્વારા મૃતક પરિવારને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી. ગુજરાતના બોટાદ, બરવાળાની આસપાસના ગામોમાં થયેલ લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકો(Botad Latthakand ) મોત થાય છે. હજુ સુધી સરકાર લઠ્ઠાકાંડ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર નાના અધિકારી બદલી કરવામાં આવી રહી છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃવલસાડ સુગર ફેક્ટરીએ 5 લાખ મેટ્રિકટન શેરડી ક્રશ કરી 28 હજાર મેટ્રિક ટન મોલાસીસ મેળવ્યું
ભાજપના કાર્યકર્તાએ અનેકવાર પાત્રો લખ્યા -કૉંગ્રેસ પ્રવકતા મનહર પટેલ આક્ષેપ (Congress blames BJP )કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ગત અઠવાડિયે જે લઠ્ઠાકાંડ તેમાં અંદાજિત 50થી વધુ લોકોના મોત થયા હતા. નશાબંધી અને આબકારી ખાતું દ્વારા નશીલા પદાર્થો પર કામગીરી કરવાની હોય છે. તેના માટે આ વિભાગ બનાવવામાં આવ્યો છે. ગાંધીનગરના ભૂપેન્દ્રસિંહ યાદવે સરકારને વિવિધ વિભાગો ને અનેકવાર આ સંદર્ભે પત્રો લખ્યા છે.સરકારે તેના પર ધ્યાન આપી કામગીરી કરવી જોઈએ.