અમદાવાદમોરબીમાં જુલતા પુલની જે દુર્ઘટના(Morbi Bridge Tragedy) બની અને હજુ અઠવાડિયું પણ થયું નથી. ત્યાં સમગ્ર ગુજરાતમાં અનેક બ્રિજને કે પુલને ભયજનક સ્થિતિમાં (Many bridges in Gujarat are in dangerous condition) હોવાના અને અહેવાલો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટાચારને લઈને અનેક પ્રહાર (Many attacks of corruption on BJP by Congress) કરવામાં આવ્યા હતા. રાજ્યમાં બની રહેલા બ્રિજ તકલાદી હોવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા સરકાર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેમ ભ્રષ્ટાચારવાળા બિલ્ડરો કે કન્સ્ટ્રક્શન કરતા લોકો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી.
ભચાઉમાં ઉદ્ઘાટનની ઉતાવળમાં અકસ્માતને આમંત્રણકોંગ્રેસના પ્રવક્તા (Congress spokesperson) પાર્થિવરાજે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના ભરોસા વાળી ભાજપ સરકારનું એક નવું નજરાણું ભ્રષ્ટાચારનું સામે આવ્યું છે. મોરબીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું હજી અઠવાડિયું પણ થયું નથી. ત્યાં જ મોરબીની બાજુમાં આવેલા જિલ્લામાં કચ્છના ભચાઉમાં ઉદ્ઘાટનની ઉતાવળમાં અકસ્માતને આમંત્રણ આપતા ગાંધીધામના ધારાસભ્ય (Gandhidham MLA) માલતીબેન મહેશ્વરી દ્વારા જે દિવસે ચૂંટણીની જાહેરાત થઈ એના પહેલા જ બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું હતું. ભચાઉથી ભુજના રોડનો જે 300 કરોડનો પ્રોજેક્ટ હતો. એ બ્રિજનું ઉતાવળમાં જ ઉદ્ઘાટન કરી નાખ્યું સવારે ઉદ્ઘાટન કર્યું અને બપોરે એ બ્રિજ ઉપરથી સિમેન્ટના બ્લોક બહાર આવી ગયા હતા.