ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પરીણામો જાહેર, રાજ્યમાં આચારસંહિતા થઈ પૂર્ણ - Gujarat goverment

અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 11 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. જેથી 2 મહિના સુધી સરકાર કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ હવે લોકસભાના અને વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. તેથી હવે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા પૂર્ણ થઇ હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણીના પરીણામો જાહેર થતાં રાજ્યમાં આચારસંહિતા પૂર્ણ

By

Published : May 27, 2019, 5:30 PM IST

રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ આચારસંહિતા બાબતે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 4 વિધાનસભાની પેટાચૂંટણી હોવાથી 10 માર્ચના રોજ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. જ્યારે લોકસભા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ કરી હતી જે હવે ચૂંટણી પૂર્ણ થતા દુર કરવામાં આવે છે.

ચૂંટણીના પરીણામો જાહેર થતાં રાજ્યમાં આચારસંહિતા પૂર્ણ

રાજ્ય અને કેન્દ્રની આચારસંહિતા પૂર્ણ થતા હવે રાજ્ય સરકાર સહિત કોર્પોરેશન વિભાગ દ્વારા જાહેર જનતાના કામોની જાહેરાત કરવામાં આવશે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રજાકિય કામો તથા પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details