ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ, PI બારડ બન્યા ફરિયાદી - PI બારડ બન્યા ફરિયાદી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોંધાવેલી ફરિયાદમાં હાલમાં જેલમાં રહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટ, પૂર્વ DGP આર બી શ્રીકુમાર અને સ્વૈસ્છીક સંસ્થા ચલાવતા તિસ્સા સેતલવાદને (Gujarat Riots Case 2002)આરોપી બતાડી તેમના પર આરોપ મુકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અત્યંત ગુપ્તતા રાખી અને તિસ્તા સેતલવાદની ધરપકડ કરવા એક ટીમને વહેલી સવારે જ મુંબઈ રવાના કરી દેવામાં આવી હતી.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ, PI બારડ બન્યા ફરિયાદી
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ, PI બારડ બન્યા ફરિયાદી

By

Published : Jun 25, 2022, 6:56 PM IST

અમદાવાદઃ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS હરકતમાં આવી (Gujarat Riots 2002)હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોંધાવેલી ફરિયાદમાં હાલમાં જેલમાં રહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટ, પૂર્વ DGP આર બી શ્રીકુમાર અને સ્વૈસ્છીક સંસ્થા ચલાવતા તિસ્સા સેતલવાદને આરોપી બતાડી તેમના પર આરોપ મુકવામાં આવ્યો છે. કે સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ (Teesta Setalvad )પાસે ઘટનાની સાચી જાણકારી હોવા છતા તેમણે ખોટી જાણકારી જાહેર કરી છે. ગુજરાતની છબીને નુકસાન પહોંચાડ્યું તેની સાથે કાયદાકીય પ્રક્રિયાને પ્રભાવિત કરી તેનો દુરુપયોગ પણ કર્યો છે.

આ પણ વાંચોઃકોણ છે તિસ્તા સેતલવાડ, જેના NGO પર ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપવાનો શાહે દાવો કર્યો

આ એક પૂર્વયોજીત કાવતરું -આ ફરિયાદ પ્રમાણે ગુજરાતના રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટી ટ્રાયલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે ખોટા પુરાવા મુકવા અને ભ્રમિત થાય તેવી સ્થિતિનું નિર્માણ(Gujarat Riots Case 2002) તેમણે કર્યું હતું. આ સંદર્ભમાં તેમના દ્વારા મુકવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે આ એક પૂર્વયોજીત કાવતરું હતું.

આ પણ વાંચોઃઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે પૂર્વ એડિશનલ ડીજીપી આરબી શ્રીકુમારને ગોધરા રમખાણો 2002 અંગે સમન્સ પાઠવ્યા

ફરિયાદ અંગે ધરપકડ કરી - આ તમામ આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે અત્યંત ગુપ્તતા રાખી અને તિસ્તા સેતલવાદની ધરપકડ કરવા એક ટીમને વહેલી સવારે જ મુંબઈ રવાના કરી દેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ પૂર્વ DGP આર બી શ્રીકુમારને આ મામલે પોતાનું નિવેદન નોંધવા ક્રાઈમ બ્રાન્ચ આવવાનું સમન્સ મોકલવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની સામે નોંધવામાં આવેલી ફરિયાદ અંગે તેમને જાણકારી આપી અને તેમની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details