અમદાવાદ: ધોળકા તાલુકામાં સરકારી નોકરી અપાવવાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા ઓએનજીસી, ઇન્કમટેક્સ, રેલવે, પોસ્ટ તેમજ એફસીઆઇ જેવી અલગ અલગ જગ્યા ઉપર નોકરી અપાવવાનું કહીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોકરી અપાવવાના નામે ઠગાઈ:આ સમગ્ર મામલે સાણંદમાં રહેતા હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ રાણાએ ફરિયાદ નોંધાવી છે. તેઓના કુટુંબી મામા પ્રકાશ બંસીલાલ રાણા જે ધોળકા ખાતે રહેતા હોય અને સરસ્વતી કન્યા વિદ્યામંદિર ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતા હોય તેઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે ધોળકામાં રહેતા જગદીશ શ્રીમાળી જેઓ સિદ્ધાર્થ વિદ્યાલય સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેમને પોતે સારી રીતે ઓળખતા હોય અને તેઓએ જણાવ્યું હતું કે ONGC, ઇન્કમટેક્સ રેલવે પોસ્ટ, એફસીઆઇ વગેરેમાં વર્ગ-3ની જગ્યામાં ઘણી બધી જગ્યાઓમાં તમારા તેમજ તમારા સગા સંબંધીઓને અને મિત્રોને સંતાનોને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી મળે તેમ છે તેવું જણાવ્યું હતું.
'હું જે નોકરીની વાત કરું છે તે વર્ષ 2019 માં જે નોકરીઓ બહાર પડી હતી, તેમાં જે જગ્યાઓ ખાલી રહી ગઈ છે તે ખાલી જગ્યાઓ ભરવા માટેની છે. આના માટે લાયકાત ધોરણ 12 પાસ સ્કૂલ લિવિંગ સર્ટી, માર્કશીટ, જાતિનો દાખલો, આધાર કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ જોઈશે. જે બાદ આરોપીઓએ નોકરીના જોઇનિંગ લેટરો બતાવ્યા હતા અને કહ્યું હતું કે સંતાનોને કાયમી ગવર્મેન્ટ નોકરી મળી જશે અને આખી જિંદગી જલસા કરશે, તેમ કહીને લાલચ આપી વારંવાર વાત કરતા ફરિયાદીએ તેઓના પરિવાર અને મિત્રોના સંતાનોને નોકરી લગાવવા માટે કુલ 38 લાખ રૂપિયા આપ્યા હતા.'-પ્રકાશભાઈ, ભોગ બનનાર
લાખોની ઠગાઈ: તેમજ આ નોકરીમાં પ્રથમ પાંચ વર્ષ 35 થી 40 હજાર રૂપિયા પગાર અને નોકરી માટે ઉમેદવારના કુલ 15 લાખ રૂપિયા આપવા પડશે. જેમાં પહેલા પાંચ લાખ રૂપિયા અને બાકીના દસ લાખ રૂપિયા નોકરીનો જોઇનિંગ લેટર આવે તે સમયે આપવાનો રહેશે. આ ઉપરાંત કામ ન થાય તો તમે આપેલી રકમ પાછી મળી જશે તેવી ખાતરી આપી હતી.
પોલીસ તપાસ:આ અંગે ધોળકા ડિવિઝનના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ અંગે આરોપીઓએ ભેગા મળીને સરકારી નોકરીઓ અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોય આ અંગે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે અને અન્ય કોઈ લોકો આરોપીઓની ઠગાઈનો શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
- Rajkot Crime: કલેક્ટર પ્રભવ જોષીના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ ખુલ્યું, અધિકારીએ કહ્યું બી એલર્ટ
- Ahmedabad Crime News : માથાભારે ઠગથી સાવધાન, 10થી વધુ વેપારીઓ સાથે કરી કરોડોની ઠગાઈ