ગુજરાત

gujarat

ETV Bharat / state

મુસ્લિમ PIએ પોલીસ સ્ટેશનમાં પત્ની સાથે કરી સત્યનારાયણની કથા - gujarat

અમદાવાદ: શહેરના કારંજ પોલીસ સ્ટેશનમાં કોમી એકતા અને શાંતિનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુસ્લિમ PI એફ.એમ.નાયબે કારંજ પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણ ભગવાનની કથા કરી હતી. જેમાં PI નાયબની પત્ની અને પોલીસ સ્ટેશનમાં કરતા કર્મીઓએ ભાગ લીધો હતો.

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યુ કોમી એકતાનું ઉદાહરણ

By

Published : Jul 22, 2019, 8:27 PM IST

Updated : Jul 23, 2019, 4:11 PM IST

કારંજ પોલીસ સ્ટેશન શહેરનો સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે. પરંતુ કેટલાય સમયથી કારંજમાં કોઈ જ અણબનાવ બન્યો નથી. આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ લોકો સાથે મળીને રહે છે. પહેલા આ વિસ્તારોમાં જૂથ અથડામણ, હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડા જેવા અનેક બનાવો બની ચુક્યા છે. રથયાત્રા પણ આ વિસ્તારમાંથી પસાર થઇ હતી. જે પણ શાંતિ પૂર્ણ અને કોમી એકતા સાથે પૂર્ણ થઇ હતી. તો રમઝાન માસની પણ લોકોએ ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

પોલસ સ્ટેશનમાં કરી સત્યનારાયણની કથા

કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એફ.એમ.નાયબ પોતે મુસ્લિમ છે. છતાં હિંદુ ધર્મ મુજબ ધર્મનું મહત્વ જળવાઈ રહે અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ કરી રહે તે રીતે કથા કરી હતી. કથામાં PI નાયબની સાથે તેમની પત્નીએ પણ ભાગ લીધો હતો. બંને પતિ-પત્નીએ કથામાં વિધિવત રીતે મંત્રોચાર કરીને આરતી સાથે પૂર્ણ કરી હતી.

PI નાયબે જણાવ્યું હતું કે, તેમને સૌ પ્રથમ વખત આ પ્રમાણે હિંદુ કથા કરી હતી. બંને ધર્મ એક જ સંદેશો પૂરો પાડે છે. તેઓ છેલા ૨ વર્ષથી કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે. કથામાં પણ તેમને શાંતિ અને સલામતી ભગવાન પાસેથી મળી રહે તેવી જ પ્રાર્થના કરી હતી.

Last Updated : Jul 23, 2019, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details