બદરુદ્દીન શેખે જણાવ્યું કે, 'અમે વર્ષોથી મંદિરમાં આવ્યા છીએ, અને કોમી એકતાનો સંદેશો પાઠવીએ છીએ. જ્યારે-જ્યારે રથયાત્રા વિસ્તારમાંથી આગળ વધે છે ત્યારે દરેક મુસ્લિમ ભાઈ બહેનો રથયાત્રાને ખૂબ જ સારી રીતે આવકારે છે'.
જગન્નાથ મંદિરમાં કોંગ્રેસના નેતાઓએ આપ્યો કોમી એકતાનો સંદેશ - GUJARATI NEWS
અમદાવાદઃ 142મી રથયાત્રાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારના જગન્નાથ મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમા સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા બદરુદ્દીન શેખ અને આગેવાનો મંદિરના મહંત દિલીપદાસજીને મળ્યા હતા અને તેમને કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો.
જગન્નાથ મંદિરમાં કોંગ્રેસના નેતાઓએ આપ્યો કોમી એકતાનો સંદેશ
આ પ્રસંગે દરિયાપુર-કાઝીપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ હાજર રહ્યા હતા.