વાતાવરણમાં આવેલ પરિવર્તન બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફરી ગરમીનો વધારો નોંધાયો હતો. અમદાવાદ સહિત તમામ શહેરોમાં ગરમી વધતા ફરી ગરમ પવનો ફૂંકાયા હતા, આજે અમદાવાદનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટ 42.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી - AHD
અમદાવાદઃ મે મહિનાની શરૂઆતની સાથે જ હવામાનમાં પરિવર્તનો જોવા મળ્યા હતા. ક્યાંક વરસાદ તો ક્યાંક વાવાઝોડું, ગરમ પવનો સહિતના પરિવર્તનો થયા હતાં, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
સુરેન્દ્રનગર અને ગાંધીનગર શહેરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે લોકો ગરમીમાં અકળાયા હતા. અમરેલી 41.8 ડિગ્રી, વડોદરા 40.6, કંડલા 40.2, સુરત 34.2 ડિગ્રી, ડીસા 39.6 ડિગ્રી, ભાવનગર 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક બાદ વાતાવરણમાં સામાન્ય પરિવર્તન નોંધવાની અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે 2 દિવસ બાદ ગરમીમાં સામાન્ય રાહત રહેશે.