અમદાવાદ : ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. આ ઉપરાંત પવન સાથે ઠંડીનું પણ જોર અનુભવાય રહ્યું છે. તેમજ ભુજમાં કોલ્ડવેવની અસર દેખાઇ છે. ભુજ અને નલિયામાં તો 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર બન્યું છે. અમદાવાદમાં 13 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવતીકાલથી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થશે. આગામી 3-4 દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતાં 3થી 6 ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાત્રિએ રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતું. 14.4 ડિગ્રી સાથે વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જોકે, આગામી 14-15 જાન્યુઆરીના નલિયામાં પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
કડકડતી ઠંડીની આગાહી તો બીજી તરફ અમદાવાદમાં 17 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 14થી 16 જાન્યુઆરીમાં પારો 9 ડિગ્રી સુધી ગગડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી શુક્રવારથી સોમવાર કડકડતી ઠંડી પડશે. જોકે, મંગળવારથી ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો વધારો થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એક જ દિવસમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 4.5 ડિગ્રી વધીને 16એ પહોંચી ગયું હતું. બપોરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ ગયા બાદ રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનો શરૂ થતાં બપોર પછી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ઠંડીનો પારો 9થી 10 ઓછી ડિગ્રી થવાની શક્યતા છે.