ગુજરાત

gujarat

ETV Bharat / state

કોસ્ટગાર્ડનું મધદરિયે ફિલ્મી ઢબે ઓપરેશન, 150 કરોડના ડ્રગ્સ સાથે 7 ઇરાનીની ધરપકડ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયામાં ફિલ્મી ઢબે ઓપરેશન કરી ડ્રગ્સ સફળ કરવામાં આવ્યું, ઈરાની બોટમાંથી 150 કરોડોનું ડ્રગ્સ સહિત 7 ઈરાનીની ધરપકડ કરવામાં આવી છે.

કોસ્ટગાર્ડનું મધદરિયે ફિલ્મી ઢબે ઓપરેશન, 150 કરોડના ડ્રગ્સ સાથે 7 ઇરાનીની ધરપકડ
કોસ્ટગાર્ડનું મધદરિયે ફિલ્મી ઢબે ઓપરેશન, 150 કરોડના ડ્રગ્સ સાથે 7 ઇરાનીની ધરપકડ

By

Published : Sep 21, 2021, 10:53 AM IST

Updated : Sep 21, 2021, 11:18 AM IST

  • ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયામાં ફિલ્મી ઢબે ઓપરેશન
  • 150 કરોડોનું ડ્રગ્સ સહિત 7 ઈરાનીની ધરપકડ
  • અન્ય કેટલાક ડ્રગ્સ માફિયા પોલીસ પકળથી દૂર

અમદાવાદ:ગુજરાત ATSને ઈરાનથી પેટ્રોલની આડમાં ડ્રગ આવવાની માહિતી મળી હતી અને જે માહિતીના આધારે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઓપરેશનમાં 7 ઈરાની શખ્સો સાથે 30 કિલ્લો Heroin ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

કોસ્ટગાર્ડનું મધદરિયે ફિલ્મી ઢબે ઓપરેશન, 150 કરોડના ડ્રગ્સ સાથે 7 ઇરાનીની ધરપકડ

7 આરોપીઓની ધરપકડ

દેશના યુવાધનને બરબાદ કરવા દેશમાં ડ્રગ ઘુસાડવા વારંવાર દુશ્મન દેશ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે વધુ એક વાર ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદના દરિયામાંથી 30 કિલો હેરોઇન સાથે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બોટ ઈરાનથી આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગેથી આ ડ્રગ પંજાબ મોકલવાનું હતું અને અનેક વાર પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તેને પકડી પાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ

આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના હતા

ATS દ્વારા આ ઈરાનીઓ અને ડ્રગ્સને પોરબંદર લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના હતા. તે પ્રકારની માહિતી મળી હતી પરંતુ ભારતના કોઈ ડ્રગ માફિયાએ સંપર્ક કરી ડ્રગને ભારતમાં ઘુસાડવાની વાત કરી જે માહિતી ATSને મળી ગઈ હતી અને ATSએ તમામ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો:ગુજ. ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

જોકે, સમગ્ર કેસમાં પાકિસ્તાનનો કોઈ રોલ છે કે કેમ અને કોના ઈશારે અને ભારતમાં કોણે આ ડ્રગ મંગાવ્યું છે. તે તમામ સવાલોના જવાબ મેળવવા ATS કાર્યવાહી કરી રહી છે. મહત્વનું છે કે એક વાતએ પણ સામે આવી રહી છે કે, દરિયામાં જ્યારે ATSની ટીમ આ બોટની પાછળ પડી ત્યારે લોકો ભાગી રહ્યા હતા અને તેમની બોટ બંધ પડી ગઈ હતી. 30 કિલો હેરોઇનની કિંમત ઇન્ટરનેશનલ બજાર પ્રમાણે આશરે 150 કરોડ રૂપિયા જેટલી થતી હોવાની વાત સામે આવી છે . આ પૈસા આતંકવાદમાં જ ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી એક પછી એક ઓપરેશન દ્વારા એટી.એસ. દ્વારા ડ્રગ્સ માફિયાઓના પ્લાન નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.

Last Updated : Sep 21, 2021, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details