ગુજરાત

gujarat

By

Published : May 2, 2019, 11:03 AM IST

ETV Bharat / state

CM રૂપાણી આજે જયપુરમાં, વાઘાણી વારાણસીમાં

અમદાવાદઃ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતની નેતાઓ બીજા રાજ્યમાં થનારા મતદાનના ચૂંટણી પ્રચારમાં લાગી ગયાં છે. આ માટે CM રૂપાણી આજે જયપુરમાં ભાજપ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ યોજી જયપુરમાં રહેતા ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક કરશે.

bjp

આ સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી PM મોદીના મત વિસ્તાર વારાણસીના પ્રવાસે છે. ​મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુરૂવારના રોજ રાજસ્થાનના પ્રવાસે છે.

​મુખ્યપ્રધાન બપોરે ૧ર-૩૦ કલાકે જયપુર પહોચશે. જયપુરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બપોરે ૧ કલાકે પત્રકાર પરિષદ સંબોધશે. વિજય રૂપાણી બપોરે ૧૩-૪પ વાગ્યે જયપુર ગુજરાતી સમાજ ભવન ખાતે જયપુરના ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક પણ કરશે.

​લોકસભા ચૂંટણીઓના પાંચમા તબક્કાનું મતદાન ૬ મે-ના રોજ યોજાવાનું છે. આ મતદાન પૂર્વે વિજય રૂપાણી જયપુરમાં પ્રચાર અભિયાનમાં જોડાવાના છે. આ પ્રવાસમાં

​મુખ્યપ્રધાન ગુરૂવારના સાંજે ગાંધીનગર પરત ફરશે.

ABOUT THE AUTHOR

...view details