ઉઝબેકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસ બાદ પરત ફર્યા બાદ મુખ્યપ્રધાને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રવાસ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ઉઝબેકિસ્તાન સાથે વ્યાપારિક સબંધ વધુ મજબૂત થશે. આ પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાને વિવિઘ અઘિકારીઓ સાથે અલગ-અલગ મુદ્દાઓ પર મીટીંગ કરી હતી. જેમાં કુલ 140 મીટીંગ કરીને 11 જેટલાં MOU કર્યા હતાં.
ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કરી CM રૂપાણી માદરે વતન પરત ફર્યા - વિજય રૂપાણી ન્યૂઝ
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ડેલિગેશન ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસ પર હતું. જે બુધવારે પરત ફર્યુ છે. અમદાવાદ એરપોર્ટ પર CM વિજય રૂપાણી અને તેમના ડેલિગેશનના સ્વાગત માટે જિલ્લા કલેક્ટર પહોંચ્યાં હતાં. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાત અને ઉબેકિસ્તાન વચ્ચેના સંબધને મજબૂત કરવાનો હતો.
આ પ્રવાસમાં મુખ્યપ્રધાને ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાથે બે કલાકની ચર્ચા કરી હતી. જેમાં ગુજરાતના વિકાસ અર્થે વિવિધ મુદ્દાઓને લઈને મહત્વની ચર્ચાઓ કરી હતી, ત્યારબાદ ઉબેકિસ્તાનના પ્રમુખે ડેલિગેશનને ગુજરાતની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલના નામે રસ્તાનું નામકરણ અને સ્ટેચ્યુનું લોકાર્પણ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આમ, ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસમાં મુખ્યપ્રધાને ગુજરાત સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ 24 ઓક્ટોબરે ગુજરાતની 6 બેઠકો પરની પેટાચૂંટણી અને બે રાજ્યોની ચૂંટણીના પરીણામ અંગે વાત કરી હતી. જેમાં ભાજપની જીતનો દાવો કરતાં પક્ષની વાહવાહી કરી હતી.