સ્વામિનારાયણ સંપ્રદાય ખુબ મોટો સંપ્રદાય છે, ત્યારે તેમાં પણ રજત જયંતી મહોત્સવ હોવાથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહીને ભક્તોને સંબોધ્યા હતા.
આ કાર્યક્રમમાં અત્યારની નવી પેઢીને માર્ગદર્શન મળી રહે અને કઈ જાણવા મળે તેવા હેતુથી કેટલાક અલગ અલગ નાટકો પણ યોજવામાં આવ્યાં હતાં. જેમાં વિજય રૂપાણીએ પણ વ્યસન મુક્તિ, બેટી બચાવો અને સ્વચ્છતા અભિયાનની થીમ પરનું નાટક અને પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.