અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતનો 100 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બાદ વડાપ્રધાન બન્યા બાદ તેમણે 3 ઓક્ટોબર 2014 દિવસથી દર મહિનાના અંતિમ રવિવારે આકાશવાણી માધ્યમથી દેશના દરેક લોકો સાથે પોતાના નામની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આ એપિસોડ પહેલા દર મહિને લાખો સંદેશ અને હજારો ચિઠ્ઠીઓ મળી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ પણ કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ નિહાળ્યો હતો.
'દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 વખત મનની વાત થકી તેમને વડાપ્રધાન બન્યા બાદ લોકો સુધી પહોંચી નથી શકતા તે માટે તેમણે મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજ તેમણે 100 એપિસોડ પણ પૂર્ણ કર્યા છે. વડાપ્રધાન આગામી દિવસોમાં ક્યાં ક્યાં સુધી ભાજપની સરકાર પહોંચી શકે અને તેમને પણ સારી સુવિધા મળે તેની સતત ચિંતા કરી લોકો સુધી પહોંચી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલ એક મૃદુ સ્વભાવના છે અને તે દરેક લોકોને પોતાના માટે છે. તે દરેક જગ્યાએ દૂધમાં સાંકળ ભળે તેમ ભળી જાય છે. આજે ભુપેન્દ્ર પટેલ પણ નાના બાળકોએ મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમને મળીને તે બાળકો સાથે ફોટો પડાવ્યો હતો.'-મિલીન સુખડીયા,સ્થાનિક
100 કરોડથી વધુ લોકોએ નિહાળ્યો:ભાજપ નેતા વિક્રમ ભાઈએ જણાવ્યું હતું કે, 'વિશ્વ નેતા નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત 100 એપિસોડ પૂર્ણ થયા છે. આ કાર્યક્રમ 100 કરોડથી વધુ લોકોએ નિહાળ્યો હતો જે ખૂબ જ મોટી વાત કહી શકાય છે. જેને લઈને અમદાવાદ ભાજપ દ્વારા શીલજ ખાતે ભુપેન્દ્ર પટેલ આ મન કી બાત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમની સાથે સ્ટેન્ડીગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા.'