ગુજરાત

gujarat

ETV Bharat / state

હાય રે બેરોજગારી, કેમિકલયુક્ત પાણીની વચ્ચે આ તે કેવી રોજગારી! - ahemedabad

અમદાવાદ: સાબરમતી નદીમાં વિશાલા પાસે ફેક્ટરીઓ અને કંપનીઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. આ પાણીમાં એસિડ પદાર્થો વધુ હોવાથી ચામડીને પણ નુકસાન થતું હોય છે. જેમાં કેટલાક યુવાનો ઉભા રહીને ઉપરથી નાખવામાં આવતી વસ્તુઓ શોધી પોતાનું ગુજરાન ચલાવે છે.

કેમિકલયુક્ત પાણીની વચ્ચે રોજગારી

By

Published : Apr 17, 2019, 6:05 PM IST

વિશાલા પાસેથી વહેતી સાબરમતી નદીમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત કાળાપાણીમાંથી પણ બેરોજગાર યુવકો રોજગારી શોધી જ લે છે. તેઓ પાણીની વચ્ચે કેટલાક સમય સુધી ઉભા રહે છે. કેટલાક ધાર્મિક લોકો ગેરમાન્યતાઓના કારણે ઘરમાં રહેલી મૂર્તિઓ પાણીમાં પધરાવતા હોય છે.

કેમિકલયુક્ત પાણીની વચ્ચે રોજગારી

બેરોજગાર યુવકો કાળા ગંદા નદીના વહેતા પાણીમાં કલાકો સુધી ઉભા રહી અને ઉપરથી નાખવામાં આવતી વસ્તુઓ કોથળીઓમાંથી કાઢી લે છે, અને તેમાંથી નીકળતી વસ્તુઓ વહેંચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ યુવાનો કલાકો સુધી રાસાયણિક કેમિકલ યુક્ત પાણીની વચ્ચે ઊભા રહીને મહિને 30,000 રૂપિયાની કમાણી કરે છે.

ABOUT THE AUTHOR

...view details