ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: એક કા ડબલની લાલચમાં આવીને મહિલા છેતરાઈ - Fraud of women in Ahmedabad

અમદાવાદ શહેરમાં એક ઠગ ટોળકીએ મહિલાને એકના ડબલ કરવાની લાલચ આપી રોકાણ કરવા માટે જાળમાં ફસાવી હતી. જે બાદ મહિલા પાસેથી રૂપિયા 2.35 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ: એક કા ડબલની લાલચમાં આવી મહિલા છેતરાઈ
અમદાવાદ: એક કા ડબલની લાલચમાં આવી મહિલા છેતરાઈ

By

Published : Aug 22, 2020, 10:59 PM IST

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા રેખાબેન વાઘેલાને 12 ફેબ્રુઆરીએ એક મેસેજ આવ્યો હતો. જેમાં લોભામણી લાલચ આપતું લખાણ લખ્યું હતું. જેમાં નીચે ચેક નંબર પણ આપ્યો હતો જે નંબર પર રેખાબહેને ફોન કરતા અંકિત રાવલ નામના વ્યક્તિએ તેમની સાથે વાત કરી હતી ફોન પર વાત કરનાર અંકિત પોતે ટ્રેડ કંપનીમાંથી વાત કરે છે તેમ જણાવ્યું હતું.

ફોન પર વાત કરનારા વ્યક્તિ અંકિત પોતાની કંપનીનું સોફ્ટવેર છે. જેમાં 1 લાખ રોકાણ કરવાથી 2 લાખ મળશે. તેવી લાલચ આપી હતી. જેથી આઈડી પાસવર્ડ મળતા રેખાબેન લાલચનો ભોગ બન્યા હતા અને પૈસા ભરી દીધા હતા. જે બાદ અન્ય એક મેસેજ આવ્યો હતો. જેમાં ડેમો માટે કોઇ પેમેન્ટ આપવાનું નહીં તેવું પણ લખાણ લખ્યું હતું.

રેખાબેને વિશ્વાસ આવી જતા લાલચનો ભોગ બનીને પૈસા ભરી દીધા હતા. રેખાબેનને કુલ બ 29,99,86 રૂપિયા ભર્યા હતા. તેમાં તેમને 64, 800 રૂપિયા પરત મળ્યા હતા પરંતુ બાકીના 2,35,186 રૂપિયા ના મળતા તેમની સાથે છેતરપિંડી થાઇ હોવાની જાણ થઈ હતી.

જે અંગે તેમને અંકિત રાવલ અને વિક્રાંત પટેલ તથા જેના જેના ખાતામાં મોકલ્યા હતા. તે લોકો વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે રેખાબેનની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details