ગુજરાત

gujarat

ETV Bharat / state

Chandrayan-3 launch: સાયન્સ સિટીમાં વૈજ્ઞાનિકોએ ઐતિહાસિક ક્ષણો નિહાળી

આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2:35 કલાકે LVM3 -M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો. સાયન્સ સીટી ખાતે પણ વૈજ્ઞાનિકોએ અને બાળકોએ આ ઐતિહાસિક ક્ષણને નિહાળી હતી.

chandrayan-3-launch-scientists-witnessed-historic-moments-at-science-city
chandrayan-3-launch-scientists-witnessed-historic-moments-at-science-city

By

Published : Jul 14, 2023, 5:32 PM IST

વૈજ્ઞાનિકોએ ઐતિહાસિક ક્ષણો નિહાળી

અમદાવાદ: ભારતે આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2:35 કલાકે LVM3 -M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં સાયન્સ સીટી ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને હવે ચંદ્રયાન-3 અંગેની તમામ પ્રક્રિયાઓ અંગે માહિતગાર કર્યા હતા.

ચંદ્રયાન-3 મિશન લોન્ચ:ચંદ્રયાન લગભગ 40 દિવસ પછી એટલે કે 23 અથવા તો 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરશે. ત્યાં 14 દિવસ સુધી અલગ અલગ પ્રયોગ હાથ ધરવામાં આવશે. ચંદ્રની ભ્રમણ કક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો પણ અભ્યાસ કરવામાં આવશે, સાથે ચંદ્રની માટી અને ધૂળ અંગે પણ આ ચંદ્રયાન થકી અભ્યાસ અને પરીક્ષણ હાથ ધરાશે.

'ભારત માટે ખૂબ જ ગર્વની બાબત છે, આજે ચંદ્ર યાન સફળતાપૂર્વક લોન્ચ થયું છે અને આગામી દિવસોમાં ચંદ્રની ધરતી પર ઉતરશે. વિજ્ઞાનને સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા સાયસન સીટી ખાતે બાળકો આ બાબત લાઈવ જોઈ શકે તેવુ આયોજન કરાયું હતું.' -વ્રજેશ પરીખ, જનરલ મેનેજર, સાયન્સ સીટી

વૈજ્ઞાનિકોની કામગીરી વધાવી:અમદાવાદમાં અલગ અલગ શાળામાં અભ્યાસ કરતા બાળકોને સાયન્સ સીટી ખાતે ઓડિટોરિયમમાં ચંદ્રયાન-1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 વિશે માહિતગાર કર્યા હતા. આંધ્રપ્રદેશમાંથી ચંદ્રયાન લોન્ચ થતા જ વિદ્યાર્થીઓએ તાળીઓથી વૈજ્ઞાનિકોની કામગીરી વધાવી હતી.

ચંદ્રયાન-3 લોન્ચ: ઈસરોએ આજે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ઈસરોનું આ ત્રીજું ચંદ્ર મિશન છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન લગભગ 40 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. હજારો લોકોની હાજરીમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું હતું.

  1. Chandrayaan 3: શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ, 40 દિવસ પછી ચંદ્ર પર લેન્ડિંગ કરશે
  2. Chandrayaan 3: ઘણા દેશો ISRO સાથે કામ કરવા આતુર, ખગોળશાસ્ત્રી રમેશ કપૂરનું મોટું નિવેદન
  3. Chandrayaan 3: લોન્ચિંગને નિહાળવા સાયન્સ સીટી ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન, ચંદ્રયાન પ્રોજેક્ટના વૈજ્ઞાનિકે આપી માહિતી
  4. ISRO Chandrayaan-3: ઈસરો ચંદ્રયાન-3 મિશન માટે તૈયાર, ભારત માટે દુર્લભ ઉપલબ્ધી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details