ગુજરાત

gujarat

ETV Bharat / state

હેલ્મેટ પહેરવાથી મગજના રોગો વધે છે તે એક માન્યતા જ છે, તેમાં કોઈ સચ્ચાઈ નથી: ડો. હર્ષિલ શાહ

અમદાવાદ: 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે ઓળખાય છે. શહેરની શેલ્બી હોસ્પિટલ દ્વારા મગજના રોગો અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિની જ્યારે યાદશક્તિ, નિર્ણય લેવામાં મુશ્કેલી, તેમજ બોલવામાં તકલીફ થવાની સાથે દર્દી પરિવારજનોના નામ પણ ભૂલી જાય ત્યારે માનવામાં આવે છે કે, વ્યક્તિ અલ્ઝાઇમર બીમારીથી પીડાઇ રહ્યો છે.

હેલ્મેટ પહેરવાથી મગજના રોગો વધે છે તે એક માન્યતા જ છે, તેમાં કોઈ સચ્ચાઈ નથી: ડો. હર્ષિલ શાહ

By

Published : Sep 20, 2019, 10:53 PM IST

સિનિયર ન્યુરોસર્જન ડો. સત્યજિત દીક્ષિત આ અંગે જણાવ્યુ કે, વાહનો અને રસ્તાની બગડેલી હાલતથી ડ્રાઇવિંગમાં મુશ્કેલી સર્જાય છે અને અકસ્માત થાય છે અને તેને કારણે માથામાં ગંભીર ઇજા થવાના કેસમાં વધારો થયો છે. આ માથામાં થતી ઇજાને વિકલાંગતા તરફ લોકોને દોરી જાય છે અને ક્યારેક તેને મોતના મુખમાં પણ લઈ જતી હોય છે. આ પ્રકારના અકસ્માત 20થી 40 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે.

હેલ્મેટ પહેરવાથી મગજના રોગો વધે છે તે એક માન્યતા જ છે, તેમાં કોઈ સચ્ચાઈ નથી: ડો. હર્ષિલ શાહ

સિનિયર ન્યુરોસર્જન ડોક્ટર હર્ષિલ શાહે જણાવ્યું કે, થોડા વર્ષ પહેલાં મગજમાં થતી ગાંઠની સારવાર થતી નહીં. તેવું માનવામાં આવતું હતું જેના માટે જૂની પુરાણી નિદાન પદ્ધતિ અને ઉચ્ચાર સાથે જવાબદાર હતાં. શેલ્બી હોસ્પિટલમાં નવા ઉપકરણો હોવાથી તેનો ઉપાય કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details