લોહપુરુષ સરદાર પટેલની આજે જન્મજયંતી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવ્યું - celebration of sardar patel jyanti
ન્યૂઝ ડેસ્ક: લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતી છે. આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે. લોક વિકાસની આ દોડમાં એક્તાનો સંદેશ પ્રસરી રહ્યો છે.દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે અમદાવાદ ખાતે રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન ૩૧મી ઓકટોબરના રોજ કરવામાં આવ્યું છે.રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ૩૧ ઓક્ટોબર ગુરૂવારે સવારે ૭ વાગ્યે અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવ્યું
સરદાર સાહેબની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથ પણ મુખ્યપ્રધાન આજ લેવડાવશે.આ અવસરે પોલીસ દળ દ્વારા રાષ્ટ્રીય એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સરદાર પટેલ જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રાજ્યના જિલ્લામથકોએ પણ રન ફોર યુનિટી અને રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથના કાર્યક્રમો યોજાવાના છે.
Last Updated : Oct 31, 2019, 9:05 AM IST