ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: મકરબામાં માર્ચ મહિનામાં ફાયરિંગ કરનાર પિતા-પુત્ર સામે ગુનો, ધરપકડ થઈ - case was registered

અમદાવાદમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મકરબામાં માર્ચ મહિનામાં એક ગંભીર ઘટના બની હતી. પિતા પુત્રએ હોટલમાંથી જમીને આવ્યા બાદ ફ્લેટના પાર્કિંગ પાસે બે હથિયારોથી હવામાં ફાયરિંગ કર્યુ હતુ. જે અંગે ઉચ્ચ અધિકારીએ આ મામલે પોતાની સ્ક્વોડ થકી તપાસ કરાવતા ગુનો બન્યો હોવાનું સામે આવતા પોલીસે આખરે પિતા પુત્ર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Ahmedabad Crime: મકરબામાં માર્ચ મહિનામાં ફાયરિંગ કરનાર પિતા પુત્ર સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ
Ahmedabad Crime: મકરબામાં માર્ચ મહિનામાં ફાયરિંગ કરનાર પિતા પુત્ર સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ

By

Published : Jul 20, 2023, 10:30 AM IST

અમદાવાદ: ફાયરિંગની ઘટના બને છે ત્યારે પોલીસને જાણ થતાની સાથે આવા લોકોને સારો સબક સિખવાડે છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. ગત માર્ચ માસમાં અમદાવાદ શહેરના મકરબા રોડ પર આવેલા અલબુર્જ રેસિડેન્સીમાં અજાણ્યા વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની હતી. જે મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ પણ કરી હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પુરાવા ન મળ્યા હોવાનુ ઉચ્ચ અધિકારીઓને જણાવી આ મામલાની માત્ર અરજી લીધી હતી.

"આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર પણ કબ્જે કરાયા છે".--વી.જે ચાવડા (સરખેજ પોલીસ સ્ટેશનના PI)

ફાયરિંગ થયુ:જો કે ફાયરિંગ જેવી ગંભીર ઘટના અંગે ઝોન-7 ડીસીપી બી.યુ જાડેજાને જાણ થતા તેઓએ ટ્રેઇનીંગમાંથી આવીને તેમની એલસીબીને આ અંગેની તપાસ કરવા સૂચના આપી હતી. જેથી એલસીબીએ ત્યાંના સિક્યોરિટી ગાર્ડ, સ્ટાફ, મેનેજર અને સુપરવાઇઝર સહિતના લોકોના નિવેદન નોંધી તપાસ કરતા હકીકતમાં હવામાં ફાયરિંગ થયુ હોવાનું સામે આવ્યુ હતુ.

પિતા પુત્રની ધરપકડ:જેથી આરોપી કૌશર સબ્બીરહુસેન કલ્યાણી અને તેના પુત્ર મીસમ કૌશર કલ્યાણીની અટકાયત કરી પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે ગત તા. 26 માર્ચ 2023ની રાત્રે મકરબા રોડ પરની અલબુર્જ રેસિડેન્સી સોસાયટીના પાર્કિંગ પાસે તેઓએ ફાયરિંગ કર્યું હતું. જેથી હવે ઝોન 7 એલસીબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આખરે સરખેજ પોલીસને આ બંને પિતા પુત્રની ધરપકડ કરી છે.

  1. Ahmedabad Crime : વિઝા માટે બાયોમેટ્રિક બારોબાર કરી છેતરપિંડી આચરનાર ઝડપાયા, આ રીતે આચરતા ઠગાઈ
  2. Gandhinagar News : કબૂતરબાજીમાં દિલ્હીથી વધુ એકની ધરપકડ, પ્રતિ પ્રવાસીને સાચવવાના મળતા હતા 25,000 રૂપિયા
  3. Ahmedabad Crime : સરકારી જમીન પર દુકાન બાંધી વેચીને આચરી ઠગાઈ, દુકાન પર AMCનું બુલડોઝર ફરી વળતા ફૂટ્યો ભાંડો

ABOUT THE AUTHOR

...view details