- કેન્સરના દર્દીઓને કોરોના સંક્રમણ લાગવાની શક્યતાઓ વધી જાય છે
- કોરોનામાં કેન્સરના દર્દીઓ 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો
- કેન્સરમાં જો સમયસર સારવાર ન કરવામાં આવે તો રોગ વધશે : ડૉક્ટર
અમદાવાદ : કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા તમામ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે, ત્યારે હવે અન્ય રોગ જેવા કે કેન્સર, કિડની, લિવર જેવા અન્ય રોગના દર્દીઓને હાલમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેન્સરના દર્દીઓને ડાયાલિસીસ, કિમો દરમિયાન કોરોનાની અસર થવાની પણ શક્યતાઓ વધી જાય છે.
આ પણ વાંચો -કેન્સર સામે રક્ષણ આપશે ગ્રાઇફોલા મશરૂમ
કેન્સર જેવા રોગોની સારવારમાં ઘટાડો થયો
ETV BHARATની ટીમે શાર્લિન કેન્સર હોસ્પિટલના ડૉક્ટર મૌનાંક પટેલ સાથે મુલાકાત કરી હતી, ડૉ. મૌનાંક પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારીમાં નોન કોવિડ હોસ્પિટલમાં ઘટાડો નોંધાયો છે. જેને લઇને કેન્સર જેવા રોગોની સારવારમાં પણ ઘટાડો થયો છે, હાલમાં કેન્સરના દર્દીઓમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.