અમદાવાદ:શહેર સાયબર ક્રાઇમે વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઇમે બાપુનગરમાં આવેલા યોગેશ્વર પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાંથી બે ભાઈઓને પકડીને આ ગેરરીતિ ઝડપી પાડી છે. આરોપીઓ દ્વારા અમેરિકન નાગરિકોને મોબાઇલ એપ્લિકેશનથી ફોન કરીને પોતે Cashnet USA કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી લોન આપવાની વાત કરતા હતા. તથા જુદા જુદા ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવી, પ્રોસેસિંગ કરાવી પૈસા રોકડ રકમ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરતા હતા. આ મામલે પોલીસે બંને યુવકોની વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી FIR મુજબ: અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે, E/A-6 યોગેશ્વર પાર્ક સોસાયટી કાંકરિયા હોસ્પિટલ પાસે રહેતા રોહિત પરસોત્તમભાઈ ચંદેર તેમજ હિતેશ પરષોત્તમભાઈ ચંદેર નામનો વ્યક્તિ પોતાના મળતીયાઓ સાથે ભેગા થઈને પોતાના પાસેના લેપટોપ અને મોબાઇલ ફોન દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે. કોલ કરનારી વ્યક્તિને પોતે અમેરિકાના કેશ નેટ યુ.એસ.એ નામની લોન આપનાર કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતા હતા. લોન આપવાનું કહીને અમેરિકન નાગરિકોને skype એપ્લિકેશન્સ મારફતે અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરી કોલ કરી લોન આપવાના બહાને Payday પ્રોસેસથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે. જેથી પોલીસે ટીમ બનાવી તપાસ કરતા બંને યુવકો કોમન પ્લોટમાં જ પોતાના લેપટોપ અને મોબાઈલમાં આ કામગીરી કરતા રંગે હાથ ઝડપાયા હતા.
બંને યુવકોની પૂછપરછ:પોલીસે તપાસ કરતા તેનું નામ રોહિત ચંદેર અને હિતેશ ચંદેર હોવાનું સામે આવ્યું હતું. તેઓની પાસેથી ચીજ વસ્તુઓ કબજે કરીને તેઓને સાયબર ક્રાઈમ ખાતે લાવવામાં આવ્યા હતા. કોલિંગ કરવા માટેના ડેટા બાબતે પૂછતાં અમિતભાઈ નામનો વ્યક્તિ ડેટા પૂરો પાડતો હોય તે પ્રકારની હકીકત જણાવી હતી. જે બાદ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે આરોપીઓ પાસેથી લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન કબજે કરી તપાસ કરી હતી. તપાસમાં મોબાઇલ ફોન ચેક કરતા કેસનેટ USA કંપની લોન એપ્રુવલ લેટર, અમિતભાઈ ગોવા નામના વ્યક્તિ પાસેથી કોલિંગ માટે મળેલા ડેટાની માહિતી, સ્મુથ ક્લોઝિંગ સ્ક્રિપ્ટ, પ્રોસેસિંગ કરનાર સાથે થયેલી ચેટિંગ મળી આવતા સમગ્ર મામલે તમામ વસ્તુઓ કબજે કરી હતી. બંને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે કરી આરોપીની તપાસ:પકડાયેલા આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે, તેઓ કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને સ્કાયપ નામની મોબાઇલ એપ્લિકેશનથી ફોન કરી અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરી કેસનેટ USA નામની કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતા હતા. લોન આપવાની વાત કરી જુદા જુદા ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવી એકાઉન્ટ ધારક પાસેનું કાર્ડનું પ્રોસેસિંગ કરાવી પૈસા રોકડમાં રૂપાંતરિત કરી નાણાકીય આર્થિક ફાયદો મેળવી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમએ ગુનો દાખલ કરી બંને યુવકોની વધુ તપાસ શરૂ કરી છે.
- Ahmedabad Crime: નિકોલમાં ભાડાની લેતીદેતી બાબતે ભત્રીજાએ કાકા પર તલવારથી કર્યો હુમલો
- Ahmedabad Crime News : માધવપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરનારાઓને પોલીસે ઝડપી લીધા