ગાંધીનગર:સમગ્ર દેશમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન થોડા વર્ષોમાં શરૂઆત થશે જ્યારે બુલેટ ટ્રેન માટે નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીની સ્થાપના પણ કરવામાં આવી છે. જેનો છઠ્ઠો વાર્ષિક અહેવાલ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પર કેગ દ્વારા મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે જેમાં બુલેટ ટ્રેન ની કંપની એવા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થશે તેમને નિવૃત્તિ પછીના તબીબી લાભ યોજના અને પેન્શન માટેની કોઈ નીતિ માટે હિસાબી નીતિ ઘડવામાં આવેલ ન હોવાની ટિપ્પણી કરી છે.
કંપનીએ નીતિ બનાવી પણ કર્મચારીઓના લાભોનું ઉલ્લંઘન:ગુજરાત વિધાનસભા ગૃહમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના છઠ્ઠા વાર્ષિક અહેવાલમાં દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે કંપની પાસે નિવૃત્તિ પછીની તબીબી લાભ યોજના અને પેન્શન યોજના માટેની નીતિ છે. જોકે કંપનીએ ન તો નિવૃત્તિ પછીની મેડિકલ બેનિફિટ્સ સ્કીમને વ્યાખ્યાયિત કરી છે કે ન તો આના પર કોઈ હિસાબી નીતિ ઘડવામાં આવી છે. જે ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19 ના પેરા 135 ના કર્મચારીના લાભોનો ઉલ્લંઘન કરે છે. આમ નિર્ધારિત યોગદાન યોજના હેઠળ પેન્શન યોજના અંગે જાહેરાત આપવામાં આવી નથી તે પણ એક હદે ઉણપ હોવાનું પણ કેગ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી.
કોર્પોરેશન દ્વારા જવાબ:આ બાબતે કોર્પોરેશન દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો કે પેન્શન એ કંપનીની નિર્ધારિત યોગદાન અંગેની યોજના છે. ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19 ના પહેલા 53 ની જરૂરિયાત અનુસાર કોર્પોરેશનએ નાણાકીય નિવેદનોની નોંધ 34 માં માહિતી જાહેર કરી છે જ્યારે ટિપ્પણી નાણાકીય નિવેદનોના એકંદરે દ્રષ્ટિકોણને કોઈપણ અસર કરતી ન હોવાનું જવાબ પણ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવ્યો છે.
89.45 ટકા જમીન સંપાદન: 31 માર્ચ 2022 ના રોજ નાણાકીય વર્ષની પરિસ્થિતિ એ નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ એટલે કે અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં જરૂરિયાતના 89.45 ટકા જમીન એટલે કે કુલ 1248.74 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં ગુજરાત અને દાદરા નગર હવેલીમાં લગભગ 950.40 હેક્ટર જમીન અને મહારાષ્ટ્રમાં લગભગ 298.34 સેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જ્યારે હાલમાં અત્યાર સુધીમાં 38,506 કરોડનો ખર્ચ થયો છે.
કયાંથી કેટલી જમીન મેળવવામાં આવી:
- ગુજરાત 198 ગામમાં અસર
- 84.46 હેકટર સરકારી જમીન
- 741.12 હેકટર ખાનગી જમીન
- ભારતીય રેલવે પાસેથી 125.87 હેકટર જમીન
- કુલ 954.28 હેકટર ની સામે 942.50 હેકટર જમીનનું સંપાદન થયું.
- ગુજરાતમાં હજુ 11.78 હેકટર જમીનનું સંપાદન બાકી.
- મહારાષ્ટ્ર 97 ગામને અસર.
- 61.73 હેકટર જમીન સરકારી.
- 274.41 હેકટર જમીન ખાનગી.
- 1.63 હેકટર ભારતીય રેલવે.
- 95.85 હેકટર વન વિભાગ.
- કુલ 432.82 હેકટર જમીન.