સોલામાં તોડકાંડ મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ લાંચની કલમ ઉમેરાઈ અમદાવાદ: શહેરના એસ પી રીંગ રોડ પર આવેલ ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી ઘરે જઈ રહેલ દંપતીને વાહન ચેકિંગની ડ્રાઈવના બહાના હેઠળ રોકીને રૂપિયા 60 હજાર પડાવી લેવાના મામલે પોલીસ કમિશનરએ ગંભીર નોંધ લીધી છે. સમગ્ર મામલે એસીપી તપાસ સોંપવામાં આવી છે.. આરોપીઓ વિરુદ્ધ પોલીસે કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે કરપ્શન કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે આરોપીની ઓળખ પરેડ પણ કરાવી છે. એટલું જ નહિ પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટીઆરબી જવાનને બંને પોલીસ કર્મચારી ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા. તેમની ફરજ ઓવર સ્પીડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટેની હતી.
"આ કેસની તપાસ ચાલુ છે, અને આગામી સમયમાં ડિકોય ગોઠવવામાં આવશે, પકડાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ હાલ ચાલુ છે."-- ડૉ. લવીના સિંહા, DCP,(ઝોન 1, અમદાવાદ)
વ્યક્તિઓની મદદ: જો કે આ પ્રકારના બનાવો આગામી સમયમાં ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સમયાંતરે ડીકોય કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. જેમાં પોલીસ ખાનગી વાહનમાં નીકળશે અને જો કોઈપણ પોલીસ કર્મચારી દ્વારા તેને વાહન ચેકીંગ દરમિયાન રોકીને તેની પાસે રૂપિયાની માંગણી કરશે કે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે ડીકોય ટ્રેપ કરવા માટે પોલીસ ખાનગી વ્યક્તિની પણ મદદ લેશે.
વધુ તપાસ શરૂ:હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરીને તેમણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ તોડકાંડમાં પડાવેલા રૂપિયામાંથી કોણે કેટલા રૂપિયા મેળવ્યા તે અંગે પણ તપાસ હાથ ધરી છે. પકડાયેલ એ.એસ.આઇ મુકેશ ચૌધરીને અગાઉ રૂપિયા 5 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જે કયા કારણોસર કરવામાં આવ્યો છે. તેની પણ તપાસ પોલીસ કરી રહી છે.
- Ahmedabad Crime News : હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને સાથે જોઈને અસામાજિક તત્વોએ કર્યો હંગામો
- Ahmedabad Crime News : અમદાવાદના નરોડમાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અનેક વાર હવસનો શિકાર બનાવી