ગુજરાત

gujarat

ETV Bharat / state

BREAKING NEWS :અમદાવાદનું કાંકરિયા આવતીકાલથી શરૂ - આજના સમાચાર

BREAKING NEWS
BREAKING NEWS

By

Published : Jun 10, 2021, 7:12 AM IST

Updated : Jun 10, 2021, 8:06 PM IST

20:05 June 10

અમદાવાદનું કાંકરિયા આવતીકાલથી શરૂ

આવતીકાલથી શરુ થશે કાંકરિયા

મોર્નિંગ વોક માટે સવારે 6 થી 8 વાગ્યા સુધી ચાલું રહેશે

કાંકરિયાના પાર્ક્સ અને ગાર્ડન સરકારની ગાઇડલાઇન મુજબ ચાલુ રહેશે

19:08 June 10

રાજકોટના જસદણ પંથકમાં ધોધમાર વરસાદ

રાજકોટના જસદણ પંથકમાં ધોધમાર વરસાદ

માર્કેટ યાર્ડમાં તલ, બાજરી અને મગ પલળતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ

19:06 June 10

ભરૂચના કબીરવડમાં નર્મદા નદીમાં 4 યુવાનો ડૂબ્યા

ભરૂચના કબીરવડમાં નર્મદા નદીમાં 4 યુવાનો ડૂબ્યા

2 યુવકના મૃતદેહ મળી આવ્યા અન્ય 2 લાપતા

નદીમાં ન્હાવા પડેલ યુવાનો ડૂબ્યા

ફાયર વિભાગ ઘટના સ્થળે જવા રવાના

19:05 June 10

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય

અગાઉ હાઇકોર્ટ થયેલી PIL અને રિટ પિટિશનની સુનવણી દરમીયાન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લેવા જણાવ્યું હતું

કાયદા શાખાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય

કાયદા શાખાની પરીક્ષાઓ ફરજિયાત પણે લેવાશે

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ પરીક્ષા ફરજિયાત લેવા અંગેનો કર્યો નિર્ણય

ઓનલાઇન ઓફલાઇન કે ઓપન બુક એકઝામ લેવી તે અંગે નો નિર્ણય યુનિવર્સિટીઓએ પોતાના ત્યાંની પરિસ્થિતિને આધીન લેવાનો રહેશે

પરીક્ષાઓ ક્યારે અને કઈ રીતે લેવી તે અંગે ગુજરાત યુનિવર્સિટી પણ આગામી સમયમાં જાહેર કરી શકે છે પોતાનો નિર્ણય

19:01 June 10

યુનાઈટેડ નર્સિગ ફોરમની 5 માગ પૈકી 2 માગ સ્વીકારવામાં આવી

યુનાઈટેડ નર્સિગ ફોરમની 5 માગ પૈકી 2 માગ સ્વીકારવામાં આવી

 નર્સિંગ એલાઉન્સને રૂપિયા 1300ના બદલે રૂપિયા 3000 અપાશે,

 બઢતી અને ભરતીની માગણી સ્વીકારાઈ

 કુલ 2019 નર્સિંગ સ્ટાફની નવી ભરતી કરાશે, 

યુનિયને 4200 ગ્રેડ પેની માગણી કરી હતી, સરકારે ગ્રેડ પેની માગણી ના સ્વીકારી

13:28 June 10

સાબરડેરી દ્વારા દૂધ વધારો કરાયો જાહેર

  • સાબરડેરી દ્વારા દૂધ વધારો કરાયો જાહેર
  • 11.60 રૂપિયા દૂધ વધારો અપાશે.
  • કોરોના મહામારી ને પગલે 1.60 રૂપિયા વધુ ચૂકવશે સાબરડેરી
  • જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો માં ખુશી.
  • પશુપાલક આંદોલન ના પ્રણેતા એ પણ ખુશી વ્યક્ત કરી

11:50 June 10

ગાંધીનગર : રથયાત્રા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

  • ગાંધીનગર :  રથયાત્રા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન 
  • રાજ્યમાં કેસ ઓછા થયા છે, કોરોના હજુ છે, હવે જવાબદારી પ્રજાની બને છે
  •  માસ્ક ફરજીયાત પહેરવું, સોસીયલ ડિસ્ટન્સ રાખવું, ભીડ ભેગી ન કરવી
  •  રથયાત્રા મુદ્દે સમય અનુકાલીન પગલાં લઈશું, જો પરિસ્થિતિ બદલશે તો રાજ્ય સરકાર તાત્કાલિક ફરી નિયંત્રણ મુકવામાં આવશે

11:12 June 10

રાજ્યની તમામ 5400 પ્રાથમિક શાળાના 3 લાખથી વધુ શિક્ષકો પર આજથી મોનિટરીંગ શરૂ

ગાંધીનગર :  રાજ્યની તમામ 5400 પ્રાથમિક શાળાના 3 લાખથી વધુ શિક્ષકો પર આજથી મોનિટરીંગ શરૂ

 કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટનું મુખ્યપ્રધાન હસ્તે ઉદ્ઘાટન થશે

 વિદ્યાર્થીઓની ઓન લાઇન હાજરી - પરીક્ષાના પ્રશ્ન અને જવાબ 

વિદ્યાર્થીનો વિષય પ્રમાણે પ્રોગ્રેસ રીપોર્ટ સહિતની વિગત એક જ સ્ક્રીન પર જોઈ શકાશે

સીઝનલ માઈગ્રેશન થાય છે તે વિદ્યાર્થીનું ટ્રેકીંગ થશે

જે વિસ્તારમાં માઈગ્રેશન થયું હશે ત્યાં માઈગ્રેશન સેલ મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ સંકલન કરશે 

10:26 June 10

નવસારીને મળ્યો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ

  • નવસારીને મળ્યો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ
  • નવસારીમાં 21 ટન અને 1200 બોટલ ભરવાની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ થયો શરૂ
  • નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ
  • નવસારીના ઉદ્યામીઓએ ગત દિવસોમાં પડેલી ઓક્સિજનની અછતને જોઈ ખેડયું સાહસ

07:08 June 10

BREAKING NEWS : અમદાવાદનું કાંકરિયા આવતીકાલથી શરૂ

  • નવસારી અને જલાલપોરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો
  • રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં જલાલપોર અને નવસારી પાણી-પાણી
  • 6 કલાકમાં જલાલપોર તાલુકામાં 103 મિમી (4.29 ઇંચ) વરસાદ પડ્યો
  • નવસારી તાલુકામાં પણ 6 કલાકમાં 62 મિમી (2.58 ઇંચ) વરસાદ નોંધાયો
  • ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • સારા વરસાદને પગલે ખેડુતોમાં ખુશી
Last Updated : Jun 10, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details