કોરોનાની મહામારીના સમયમાં લોકલ આર્ટિસનને પ્રમોટ કરતા ગિફ્ટ હેમ્પરની માગ વધી - અમદાવાદ
સમયની સાથે તહેવારની ઉજવણીના રંગ રૂપ બદલાતા ઉજવણીમાં પણ આધુનિકતા જોવા મળતી હોય છે. પહેલાના સમયમાં મમતા તરીકે ઓળખાતી મોટી રાખડી સમય જતાં હવે ફેન્સી રાખડી બની ગઈ છે અને આ કોરોના મહામારીમાં બહેન ભાઈને ત્યાં રૂબરૂ ન જતા હેમ્પર પસંદ કર્યા છે. જેમાં માસ્ક રાખડી અને મીઠાઈ સહિત અનેક ગિફ્ટ એક જ બોક્સમાં પેક થઈને જતી હોય છે તેને આ વખતે આવા હેમ્પરની ડિમાન્ડ ખૂબ વધી છે.
લોકલ આર્ટિસનને પ્રમોટ કરતા ગિફ્ટ હેમ્પરની માગ વધી
અમદાવાદ: અત્યાર સુધી બહેન ભાઈ માટે અલગથી રાખડી પસંદ કરી તેના માટે જ તેને ગમતી મીઠાઈ અને બીજી અનેક ગિફ્ટ્સ જાતે પસંદ કરવા બજારમાં જતી હતી, પરંતુ આ વખતે જ્યારે કોરોના મહામારીમાં લોકો બહાર નીકળતા જ ખચકાઈ રહ્યા છે. ત્યારે માર્કેટમાં ગિફ્ટ પર ડિમાન્ડ વધી છે. જેમાં એક જ બોક્સમાં રાખડી, માસ્ક, મીઠાઈ, રાખડી માટે પર્સનલ તાડ તેમજ એક વુડનની ફ્રેમ પણ યાદગીરી સ્વરૂપે આપવામાં આવે છે.