અમદાવાદ: ભારતીય સૈન્યના (Indian Army) પરિવહન માટે બોર્ડરને નજીક આવેલા રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ હેતુસર 1960માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની (Border Road Organization) સ્થાપના કરવામાં આવી હતી.ઇન્ડિયન આર્મીના એન્જિનિયર (Indian Army Engineer) અને જવાનોનો સ્ટાફ હોય છે. આર્મી માટે સરહદી રાજ્યોમાં તેઓ વ્યૂહાત્મક રસ્તાઓ, ટનલ, બ્રીજ વગેરેનું નિર્માણ કરતા હોય છે.
2021-22ના બજેટમાં 21 હજાર કરોડનું બજેટ BROને ફાળવાયુ
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (Border Road Organization) દ્વારા 19 રાજ્ય, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત અફઘાનિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, ભૂટાન, તઝાકિસ્તાન જેવા પાડોશી દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે. તેઓ પહાડો ચીરીને તેમજ નદીઓ ઓળંગીને બ્રિજ અને રસ્તાનું નિર્માણ કરતા હોય છે. 2021-22માં કેન્દ્ર સરકાર દ્વારા BRO (Border Road Organization) માટે 21 હજાર કરોડનું બજેટ (21 Thousand Crore Budget For BRO) ફાળવવામાં આવ્યું છે. ખાસ કરીને ચીન બોર્ડર (China Border) સાથે સંકળાયેલ રસ્તાઓના નિર્માણમાં તેનું મહત્વ વધી જાય છે. ફાઇટર જેટ ઉતરી શકે તેવા રસ્તાઓનું નિર્માણ કરવું તે અઘરું કામ છે કારણ કે, ઝડપ અને ભારે વજન ખમી શકે તેવું મટીરીયલ અને ડિઝાઇન બનાવવી પડે છે.
કચ્છ જશે 75 જવાનોનો કાફલો