અમદાવાદ: બોપલ ઘુમા નગરપાલિકામાં 60 હજારથી વધુ રહેણાક અને કોમર્શિયલ બિલ્ડીંગનો રોજનો 81 મેટ્રિક ટન કચરો જમા થતો હતો.
આ ઘન કચરાને 11 જેટલા ઓપન બોડીના વાહનો, ચાર છોટાહાથી તેમજ 33 જેટલા જુદા-જુદા વાહનો દ્વારા એકત્ર કરવામાં આવતો હતો. DPS સ્કૂલની પાસે જે ડમ્પિંગ સાઇટ છે, ત્યાં છેલ્લા 20 વર્ષથી કચરો ઠાલવવામાં આવે છે.
બોપલ ઘુમા નગરપાલિકામાં ડમ્પીંગ સાઈટને બાયોમાઇનીંગ પદ્ધતિથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં ડમ્પીંગ સાઈટ બનાવવામાં આવી, ત્યારે મોટો ખાડો હતો. જો કે દુર્ગંધ અને કચરાનો ડુંગર જેવો ઢગલો જોવા મળતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ કચરાના ઢગલાને અડીને જ ઈસરોનું કેન્દ્ર આવેલું છે. ત્યારે આજે કોર્પોરેશન દ્વારા બાયો માઇનિંગ પદ્ધતિથી કચરા નિકાલની કામગીરી શરૂ કરવામા આવી છે.
બોપલ ઘુમા નગરપાલિકામાં ડમ્પીંગ સાઈટને બાયોમાઇનીંગ પદ્ધતિથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં ડમ્પિંગ સાઇટ પર હાલ 3 લાખ મેટ્રિક ટન કચરો છે. જેના નિકલ માટે 3 મશીન મુકવામાં આવ્યા છે. રોજનો 1 હજાર મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવશે.
તંત્રનું કહેવું છે કે, આગામી 5થી 6 મહિનામાં કચરો દૂર થઈ જશે. પહેલા બોપલ નગરપાલિકામાં હતુ પરંતુ હવે કોર્પોરેશનની હદમા ભળી જતા કોર્પોરેશન દ્વારા કામગીરી શરુ કરવામા આવી છે.