ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો - બ્લડ દાતા

વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામ, હિન્દુસ્તાન ગમ, ક્રેઇન ઇન્ડિયા અને માથુર વૈશ્ય સમાજ વિરમગામના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 349 બોટલ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયું હતું.

વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Dec 20, 2020, 7:52 PM IST

Updated : Dec 20, 2020, 8:15 PM IST

  • લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
  • મેઘાણી પરિવાર અને રેડ ક્રોસના સહયોગથી બનાવ્યું છે બ્લડ સ્ટોરેજ યુનિટ
  • 349 બોટલ રક્તદાન કેમ્પમાં બ્લડ દાતાઓએ રક્તદાન કર્યું

અમદાવાદ : વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામ, હિન્દુસ્તાન ગમ, ક્રેઇન ઇન્ડિયા અને માથુર વૈશ્ય સમાજ વિરમગામના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 349 બોટલ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયું હતું. વિરમગામમાં લાયન્સ ક્લબ સંચાલિત ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેઘાણી પરિવાર અને રેડ ક્રોસના સહયોગથી બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવેલ છે. તેમાંથી છેલ્લાં 4 મહિનાથી આશરે 400 બોટલ બિલ્ડ વિરમગામના જરૂરિયાતવાળા દર્દીઓને વિરમગામની લગભગ તમામ હોસ્પિટલોમાં આપવામાં આવેલ છે.

વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


રક્તદાન એજ મહાદાન વિરમગામની જનતાએ રક્તદાન કરી 349 રક્તની બોટલ

આ રક્તદાન કેમ્પમાં349 રક્તની બોટલ એકત્રિત થઇ હતી. અત્યારે જ્યારે કોરોના જેવી મહામારીના સમયે બ્લડની ભારે તંગી સર્જાઈ છે. તેના માટે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માત અને ડિલીવરીના સમયે લોકોને બ્લડની જરૂર પડે છે. ત્યારે સમયસર દર્દીને બ્લડ મળી રહે અને દર્દીનું જીવન બચે તેથી આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Last Updated : Dec 20, 2020, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details